BREAKING NEWS

જામનગર પંથકમાં ૧૦ મહિલા સહિત ૪૨ જુગારીની અટકાયત

  • August 03, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં ૧૦ મહિલા સહિત ૪૨ જુગારીની અટકાયત

યોગેશ્ર્વરધામ, મધુરમ સોસાયટી, ગીંગણી, કે.પી.શાહની વાડી નજીક, ગલા ગામ અને સોહમનગરમાં દરોડા : રોકડ અને સાહિત્ય જપ્ત

જામનગર શહેર, જીલ્લામાં જુદા જુદા ૬ સ્થળે જુગાર અંગે દરોડા પાડીને ૧૦ મહિલાઓ સહિત ૪૨ જુગારીઓને રોકડ અને સાહિત્ય સાથે પકડી લેવામાં આવ્યા હતા, હાપા યોગેશ્ર્વરધામ, મધુરમ સોસાયટી, ગીંગણી ગામ, કે.પી.શાહની વાડી નજીક, ગલા ગામ અને ગોકુલનગરના સોહમનગર વિસ્તારમાં પોલીસ ત્રાટકી હતી અહીં મહિલા સંચાલીત જુગારધામમાંથી ૫ મળી આવ્યા હતા. અને ૬૩ હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.

જામનગરના હાપા યોગેશ્ર્વરધામ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા યોગેશ્ર્વરધામના અનિલ બચુ પાડલીયા, રોહિત હંસરાજ રંગપરા, આવાસના ભાવેશ હંસરાજ મકવાણા, યોગેશ્ર્વરના રવિરાજસિંહ ભિખુભા જાડેજા, ક્રિષ્ણરાજસિંહ મહાવીરસિંહ ઝાલા, રણછોડ વલ્લભ ચૌહાણ, ઘનશ્યામસિંહ ભિખુભા જાડેજા, રેલ્વે કોલોનીના મહેશ ધીરુ રાઠોડ, હાપાના રાજુ જગદીશ રંગપરાની અટકાયત કરી ૪૧૪૮૦ની રોકડ અને પત્તા કબ્જે કર્યા હતા.
બીજા દરોડામાં વિભાપર ગામ મધુરમ સોસાયટીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મધુરમના મુકેશ ધવલ મહેતા, યોગેશગીરી જગદીશગીરી ગોસાઇ, રાજેશ રામનાથ કથળ, અયોઘ્યાનગરના ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા, મધુરમ સોસાયટીના ગીતાબેન ધવલ મહેતા, રાધીકાબેન રમેશ લાઠીયા, શાંતીબેન હિતેશ પરમાર, પ્રિયંકાબેન રાજેશ કંથળ અને ઇન્દ્રદીપ સોસાયટીના કંચનબેન રમેશ સચદેવની અટકાયત કરી રોકડા ૧૩૮૧૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. 

ગીંગણી ગામમાં જાહેરમાં જુગાર રમતા ગીંગણી ગામના વલ્લભ સવજી શાપરીયા, ઇન્દીરા સોસાયટીના નિલેશ પ્રવિણ ડાભી, ગોવિંદ મગન ડોડવાડીયા,  ભુપત ગોવિંદ ડાભી, ખરાવાડના અશ્ર્વીનગર દોલતગર ગોસાઇ, જુનાવાસના રાજન મેઘજી વારસકીયાને રોકડ ૧૩૭૮૦ અને પતા સાથે અટકમાં લીધા હતા.

જામનગર કે.પી.શાહની વાડી પાસે ચોકમાં ઘોડીપાસાનો જુગાર રમતા ખેતીવાડી ખાતે રહેતા મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજા, વિનાયકપાર્કના અશ્ર્વીનસિંહ રાહુભા ઝાલા, રાંદલનગરના સિકયુરીટી ભગીરથસિંહ ભિખુભા ચુડાસમા, વેપારી રાજેન્દ્રસિંહ બળદેવસિંહ જેઠવા, કબીરનગરના જાહીદ આમદ મલેક અને સોનલનગરના દિલીપસિંહ નારુભા વાઢેરને રોકડા ૨૭૯૫૦ સાથે ઝડપી લીધા હતા.

અન્ય દરોડામાં લાલપુરના ગલા ગામના ચોરા પાસે તિનપતીનો જુગાર રમતા ગલા ગામના મુકેશ બાબુ પરમાર,પીપરટોડાના દિવ્યરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, વડપાંચસરાના દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા બાબભા જાડેજા, ગલાના દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, પીપરટોડાના રાહુલસિંહ પ્રદિપસિંહ વાઘેલા, રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાને રોકડા ૧૦૬૬૦ સાથે દબોચી લીધા હતા, જયારે જામનગરના સોહમનગર સોસાયટી વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા સોહમનગરના કાજલબેન રાજુ કેશરીયા, પાણાખાણના દિવાળીબેન વિજય બાંભણીયા, સાયોના શેરીમાં રહેતા દીનુબેન ભરત મકવાણા, પાણાખાણના કાંતાબેન ટીનાભાઇ કુનતીયા અને મયુરનગરના ઇલાબા મહિપતસિંહ જાડેજાની અટક કરી ૬૩૨૦૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા, કાજલબેન નાલ ઉઘરાવી પોતાના મકાને જુગારનો અખાડતો ચલાવતા હોય બાતમીના આધારે સીટી-સી પોલીસે આ દરોડો પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application