BREAKING NEWS

જામનગર પંથકમાં બિલ્ડર, સિકયુરીટી ગાર્ડ સહિત ૪૩ જુગારી ઝડપાયા

  • September 16, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં બિલ્ડર, સિકયુરીટી ગાર્ડ સહિત ૪૩ જુગારી ઝડપાયા

કોંજા સીમમાં બે પટ્ટમાં પોલીસ ત્રાટકી : લાખોનો મુદામાલ કબ્જે : પ્રણામી ટાઉનશીપમાં મહિલાઓ સહિત ૧૬ની અટક, ન્યુ સાધના કોલોની અને દેવગઢમાં દરોડા

જામનગરમાં શ્રાવણની સમાપ્તી બાદ ભાદરવામાં પણ જુગારીઓ પાના ટીંચતા ઝપટમાં આવ્યા છે, અલગ અલગ પાંચ સ્થળે દરોડા પાડીને મહિલાઓ સહિત ૪૩ જુગારીઓ ઝડપાયા છે, લાખોનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે, તાલુકાના કોંજા ગામની સીમમા બે પટ્ટમાંથી બિલ્ડરો સહિત ૧૭ને રોકડ, મોબાઇલ અને બે કાર મળી લાખોના મુદામાલ સાથે દબોચી લીધા હતા ઉપરાંત ન્યુ સાધના કોલોનીમાં સિકયુરીટી ગાર્ડ, સેલ્સમેન સહિત પાંચ પત્તાપ્રેમી પકડાયા હતા, પ્રણામી ટાઉનશીપમાં મહિલાઓ સહિત ૧૬ની અટક કરવામાં આવી હતી અને લાલપુરના દેવગઢ પાટીયા પાસે પાંચ જુગારી ઝપટમાં આવ્યા હતા અને એક નાશી ગયો હતો.

જામનગર નજીક કોંજા ગામની સીમમાં વાડીના શેઢે તિનપતીનો  જુગાર રમતા ખોડીયાર કોલોનીમાં રહેતા બિલ્ડર મશરી સગા ધ્રાંગુ, લાવડીયાના મેહુલ ભુટા રાતડીયા, સુરેશ કાંતીલાલ ગંઢા, લાલપુર ચોકડી પાસે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા મશરી પીઠા ધ્રાંગુ, નાધુનાના ઘનશ્યામ વિરમ પારજીયા, રાજેશ જીણા દસલાણીયા, રાજેશ અરજણ અકબરી અને લાવડીયા ગામના ભીખા પુંજા રાતડીયાને પકડી રોકડા ૫૪ હજાર તથા ૮ મોબાઇલ અને ૧ કાર મળી કુલ ૧૩.૦૪.૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત કોંજા ગામની સીમમાં મશરીભાઇની વાડીના શેઢે લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર નિલેશ સુરેશ ધ્રાંગુ, નાઘુનાના કરણ કુરજી પારજીયા, ખોડીયાર કોલોની પર્લ એપાર્ટમેન્ટ ફલેટ ૩૦૨માં રહેતા ખેતી કરતા મિલન મારખી ધ્રાંગુ, રાસંગપુર વાડી વિસ્તારના રાહુલ માલદે ચાવડા, વૃંદાવન સોસાયટીના અશ્ર્વીન જમન તંબોલીયા, લાવડીયાના સુરેશ જીણા રાતડીયા, નાઘુનાના પિયુષ સંજય પારજીયા,  ઉર્વીશ ઉર્ફે ઉદય કુરજી પારજીયા અને અરવિંદ રમેશ દસલાણીયા નામના શખ્સોને રોકડા ૩૦ હજાર, ગંજીપતા, ૯ મોબાઇલ, અમેઝ કાર મળી કુલ ૭ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

જામનગરના ન્યુ સાધના કોલોની સ્વર્ણીમનગર સી વીંગના છઠ્ઠા માળે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ન્યુ સાધના કોલોની વિંગ-સીમાં રહેતા સિકયુરીટી ગાર્ડ રાજેશ રતીલાલ આશર, ન્યુ સાધના વિંગ-એમાં રહેતા વિજય ચંદુલાલ લાલવાણી, ન્યુ સાધના વિંગ-એમાં રહેતા સેલ્સમેન ધૈર્ય ઉર્ફે લાલો નવીન નિમાવત, રિશી ઉર્ફે રવિ નવિન નિમાવત અને રવિ અશોક કબીરા નામના શખ્સોને રોકડા ૧૨૫૦૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.

અન્ય દરોડામાં પ્રણામી ટાઉનશીપ શેરી નં. ૪ના છેડે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ટાઉનશીપમાં રહેતી જાગૃતીબેન હંસરાજ ગોરી, વનીતાબેન જેન્તી વાઘેલા, મહાવીરનગરના જયાબેન બધા વારગ્યા, કર્મચારીનગરના રેવતીબેન રાજેશ ગાજણ, ટાઉનશીપના રમીલાબેન મુકેશ રોશીયા, અનિતાબેન પરેશ રોશીયા, મંજુબેન ગીરધર વારગ્યા, મારૂતી પાર્કના હંસાબેન હરી રાઠોડ, મહાવીરનગરના શિતલબેન સુરેશ વારગ્યા, સુરેશ બધા વારગ્યા, બિપીન બધા વારગ્યા, પટેલનગરના નિખિલ નાનકદાસ ગાજણ, પુષ્કરધામ સોસાયટીના રવિ મુનીરામ ચૌધરી, મહાવીનગરના નિખિલ મનસુખ વાળા, ખંભાળીયાના નારણદાસ મોહનદાસ શ્રીમાળી અને પ્રણામી ટાઉનશીપના મહેશ નાથા વાઘેલાને ઝડપી રોકડા ૨૧૪૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
​​​​​​​
વધુ એક દરોડામાં લાલપુર તાલુકાના દેવગઢ પાટીયા પાસે સબ સ્ટેશનની પાછળ જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દેવગઢના ખેતી કરતા કાના દેવા ઝુંઝા, રામેશ્ર્વરનગરના દેવેન્દ્રસિંહ ગુણવંતસિંહ જાડેજા, દેવગઢના રાજુ વશરામ ઝાપડા, બુધા ભીખા ઝૂંઝા, રમેશ ભાયા ઝુંઝાને રોકડા ૧૨૭૭૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા, જયારે દેવગઢ વિસ્તારનો કેતન કારેણા નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application