BREAKING NEWS

જામનગર પંથકમાં શ્રાવણના અંતિમ દિવસે મહિલાઓ સહિત ૪૪ પત્તાપ્રેમી પકડાયા

  • September 12, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં શ્રાવણના અંતિમ દિવસે મહિલાઓ સહિત ૪૪ પત્તાપ્રેમી પકડાયા

હીરાસરવાસ, બેડેશ્ર્વર, મેથાણ, નવાગામ ઘેડ, ખોજા બેરાજા અને મીયાત્રામાં પોલીસના દરોડા

જામનગર શહેર જીલ્લામાં શ્રાવણીયા જુગાર અંગે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં, દરમ્યાનમાં શ્રાવણના અંતિમ દિવસોમાં અમાસ નીમીત્તે અલગ અલગ વિસ્તારોમાં જુગાર રમતા શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. જેમાં જામનગરના હીરાસરવાસ, બેડેશ્ર્વર, મેથાણ, નવાગામ ઘેડ, ખોજાબેરાજા અને મીયાત્રા ગામમાં પોલીસે દરોડા પાડીને મહિલાઓ સહિત ૪૪ જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી.

જામનગરના હીરાસરવાસ શેરી નં.૧માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા હર્ષદ મીલની ચાલી પાસે ડેલામાં રહેતા દક્ષાબેન રમેશ શીયાળ, મનુબેન ભીમજી ભાલીયા, ક્રિષ્ના પાર્કના સોનલબેન પ્રવિણ શીયાળ, હીરાસરવાસના હેમુબેન ધરમશી જોરીયા, હંસાબેન હરેશ ગુજરીયા, ક્રિષ્ના પાર્કના લાભુબેન રામજી ગુજરીયા, પરસોતમ બેચર શીયાળ, ઉનની કંદોરી પાસે રહેતા નયન રામજી ગુજરીયા, ન્યુ પટેલ હોલની બાજુમાં રહેતા રમેશ બાબુ જેઠવા, હીરાસરવાસના મનસુખ રાહા જોરીયા, રમેશ સુખા જેઠવા, લક્ષમણ બચુ ચૌહાણ, ક્રિષ્ના પાર્કના અજય નરશી ઢાપાને રોકડા ૧૫૬૮૦ અને ગંજીપતા સાથે અટકમાં લીધા હતાં.

બીજા દરોડામાં બેડેશ્ર્વર, પાણાખાણ મીલની પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાણાખાણના અજય ચંદુ ઉચાસણા, રાજુ વેલજી મીયાત્રા, કાનજી ભુરા કુટેશીયા, અજય હરેશ શેરીયા, પરેશા વિપુલ કિશોર, લાલભા ઘનુભા હાડા, મુના મોહન જાદવને પકડી રોકડા ૧૧૪૨૦ જપ્ત કર્યા હતાં.

ત્રીજા દરોડામાં મેથાણમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મેથાણ ગામના નરેન્દ્ર હરી બાબરીયા, બુટાવદરના સુરેશ મેઘજી મકવાણા, મેથાણના મહેશ ભાણજી બગડા, ગીરધર હીરા બાબરીયા, ભરત ગોવા બાબરીયા, ધવલ દલપત બાબરીયા અને બગધરાના સુખા મેપા બાબરીયાને ઝડપી લઇ રોકડા ૧૬૬૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતાં.

ચોથા દરોડામાં જામનગરના નવાગામ ઘેડ, ઇન્દીરા સોસા., શેરી નં.૧માં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા ઇન્દીરા સોસાયટીના સૈલેશ ઘનશ્યામ ચૌહાણ, પ્રથમ નીતીન દાણીધર, સુમુખ એપાર્ટમેન્ટમાં રહેતા મીત વ્યોમેશ અત્રી, ઇન્દીરા સોસા.ના પ્રશાંત અનીલ જેઠવા, શ્યામ ભીમશી ગોજીયા, જતીન મનોજ બદ્રકીયા અને સીદ્ધેશ્ર્વર સોસાયટીના દેવ મોહન ગવઇને દબોચી લઇ રોકડા ૧૧૨૩૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતાં.
​​​​​​​
આ ઉપરાંત ખોજાબેરાજાના પાદરમાં જાહેરમાં જુગાર રમતા સેવકધુણીયા ગામના રણજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, ખોજાબેરાજાના દેવરાજ ખેરા પીંગળસુર, ગજણાના સૈલેષ પોપટ ડાંગર, સેવકધુણીયાના અમીતસિંહ ચંદુભા વાઘેલા નામના શખ્સોને દરોડા દરમ્યાન રોકડા ૨૧૧૯૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતાં. ખોજાબેરાજાના કારા કુંભા ભરવાડ, મૈયા લખુ ભરવાડ, મેઘા દેસા પીંગળસુર અને ચંદ્રેશ ભુટા ભરવાડ નાસી ગયા હતાં.

વધુ એક દરોડામાં જામનગર નજીક મીયાત્રા ગામ મજલ સીમ વિસ્તારમાં પવન ચકકીની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પસાયા ગામના રમેશ ગોવિંદ વૈષ્ણવ, નાના થાવરીયાના શિવુભા રામસંગ કેર, મીયાત્રા સીમના કારા કન્ના કરમુર, મન્નુભા રણજીતસિંહ કેર, વીજરખીના મનસુખ જેસંગ લોખીલ, મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા મનસુખ ભગવાનજી કટેશીયા નામના શખ્સોને રોકડા ૫૧૩૦૦ અને ગંજીફા સાથે પકડી પાડ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application