રાજકોટ બાર એસોસિએશન દ્વારા 2026ની સાલની 19મી ડિસેમ્બરે ચૂંટણી સંદર્ભે નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્રક ભરવાના ગઈકાલે તા. ૫/ ૧૨/ ૨૦૨૫ના સાંજે પાંચ વાગ્યા સુધીમાં હોદ્દેદારો અને કારોબારી સભ્યોની કુલ ૧૬ બેઠકો માટે સમરસ અને આરબીએ પેનલના 32 ઉમેદવારો સહિત કુલ 45 નામપત્રો રજૂ થયા હતા.
રાજકોટમાં ભાજપ લીગલ સેલના જ વકીલ સભ્યોની જુથબંધી વચ્ચે રાજકોટ બાર એસોસિયેશન તારીખ 19 મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી સંદર્ભે ગઈકાલે નામપત્રો કરવાના અંતિમ દિવસે સાંજ સુધીમાં પ્રમુખ વગેરે છ હોદ્દેદારો અને દસ કારોબારી સભ્યો સહિત ૧૬ બેઠકો માટે ભાજપ લીગલ સેલના હોદ્દેદારોના સમર્થનવાળી સમરસ પેનલના અને બીસીઆઈ હોદેદારના સમર્થનવાળી આરબીએ પેનલના 36 ઉમેદવારી પત્રો રજૂ થવા સહિત પ્રમુખપદમાં નીરવ પંડ્યા, સુરેશ ફળદુ, સુમિત વોરા અને પરંપરાગત ઉમેદવાર હરીસિંહ વાઘેલા, ઉપ-પ્રમુખમાં સિધ્ધરાજસિંહ જાડેજા અને બીમલ જાની, સેક્રેટરીમાં મેહુલ મહેતા, અનિલ ડાકા, નિલેશ પટેલ, આશિષ મહેતા અને ગૌતમ રાજ્યગુરુ, જોઈન્ટ સેક્રેટરીમાં સંદીપ વેકરીયા, જયેન્દ્ર ગોંડલીયા, હિમંત જોષી, ટ્રેઝરર મહિલા અનામતમાં રેખાબેન લીંબાસીયા અને પ્રગતિબેન માકડીયા, લાઇબ્રેરી સેક્રેટરીમાં સાગર હપાણી, કેતન મંડ, અજય પીપળીયા, અનિલ ડાકા કારોબારી સભ્યો ત્રણ બેઠકો મહિલા અનામતમાં મેઘાવી ગજ્જર, હિરલ જોશી, નિશાબેન લુણાગરિયા, રક્ષાબેન ઉપાધ્યાય, મીનલબેન સોનપાલ, વૈશાલી વિઠલાણી, મીતાબેન રાવ, અલકાબેન પંડ્યા. કારોબારી ઓપન કેટેગરીમાં દીપક બારોટ, કશ્યપ ઠાકર, દીપ વ્યાસ, રણજીત મકવાણા, એસ ચોલેરા, જતીન ઠક્કર, કેતન જેઠવા, અમિત વેકરીયા, વિશાલ કોટેચા, સોહીન મોર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા, હસમુખ સાગઠીયા, વિજય રૈયાણી, ભાર્ગવ પંડ્યા, સ્તવન મહેતા અને સંજય ડાંગર વગેરેના કુલ 45 ઉમેદવારી પત્રો ભરાયા છે.
નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે બાર એસોસિએશનના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉપરોક્ત રજૂ થયેલા ઉમેદવારી ફોર્મની તારીખ 8/ 12/ 2025ના રોજ ચકાસણી બાદ સાંજના પાંચ વાગ્યે પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે અને તારીખ 9/ 12/ 2025 સાંજે 5:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તારીખ 10/12 ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. આ સાથે આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
ત્યારબાદ તારીખ 19/12ને શુક્રવારે સવારે 9:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં, બી વિંગમાં, પહેલા માળે, બાર એસો.ના મેઈન બાર રૂમ ખાતે મતદાન યોજાશે, તેમાં મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયેલા મતદાર વકીલો માટે મતદાન કરી શકશે.