બી ડિવિઝન પોલીસે ગાંધી સોસાયટીમાં મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૧૨ ને ઝડપી લીધા: ભકિતનગર, માલિયાનગર, તાલુકા પોલીસના દરોડા: રૂ.૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે
શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી હતી. પોલીસે જુગારના પાંચ દરોડામાં ૧૩ મહિલા વેપારી, ટ્રાન્સપોર્ટ- ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત ૪૬ શખસોને ઝડપી લીધા હતાં. બી ડિવિઝન પોલીસે ગાંધી વસાહત સોસાયટીમાં મકાનમાં દરોડો પાડી પાસાનો જુગાર રમતા ૧૨ શખસોને ઝડપી લીધા હતા.
બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી.આર.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એન. જેઠવાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચાવડા, મહેશભાઈ કછોટ કોન્સ્ટેબલ જગદીશભાઈ વાંક સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી હકીકત મળી હતી કે, ગાંધી વસાહત સોસાયટી જુના મોરબી રોડ પાસે રહેતો સુરેશ મોહનભાઈ રાઠોડ પોતાના મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમાડી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી જુગાર રમતા ૧૨ શખસોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખસોમાં સુરેશ મોહનભાઈ રાઠોડ, ગિરીશ ભનુભાઈ પરમાર, ધવલ મહેશભાઈ ચાવડા, દીપક કાનજીભાઈ પરમાર, સાગર ગિરધરભાઈ ચાવડા, મહેન્દ્ર નાનજીભાઈ દાફડા, અશોક જીવણભાઈ પરમાર, નરેશ નારણભાઈ પરમાર, જીતેન્દ્ર જયંતીભાઈ ચાવડા, પુષ્પક ઉર્ફે ભુપત હરકાંતભાઈ પરમાર, હિતેશ ઉર્ફે ગોપાલ જયંતીભાઈ ચાવડા અને રાહુલ ધીરજભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 42,250 કબજે કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન સુરેશ રાઠોડ એ પોતાના મકાનમાં ઘોડી ભાષાનો જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું.
સુરેશ રાઠોડે મકાનમાં જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું.
બી ડિવિઝન પોલીસે અન્ય દરોડામાં ભગવતીપરામાં આવેલ ઝમઝમ બેકરીની સામે ગાંધી સોસાયટી શેરી નં ૫ માં આવેલ મુરલીધર મકાનમાં જુગાર રમતા ભુપત મોહનભાઈ વાસાણી, ધીરુ નાગજીભાઈ બાવળીયા(રહે નવાગામ), મેહુલ મનોજભાઈ જાખેલિયારહે રૂખડીયા ફાટક પાછળ), ટપુ નાથાભાઈ લોરીયા (રહે રૂખડીયા ફાટકની બાજુમાં), સાગર મોહનભાઈ સોલંકી,મુન્ના રાજુભાઈ લોરીયા, વિજય શામજીભાઈ વાઘેલ, અજય અશોકભાઈ વાઘેલીયા (ચારેય રહે રૂખડીયા ફાટકની બાજુમાં)ને પકડી રૂ.૪૪૫૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરી હતી.
જુગારના ત્રીજા દરોડામાં ભક્તિનગર પોલીસે 80 ફુટ રોડ, બોલબાલા માર્ગ રાધાકૃષ્ણનગર શેરી નંબર ૦૩માં આવેલ જય આશાપુરા મકાનના પાર્કિંગમાં જુગાર રમતા ઘનશ્યામસિંહ ઉમેદસિંહ જાડેજા, રાજસી વીરાભાઇ જોટવા(રહે કોઠારીયા રોડ), મયુર ભીખાભાઈ ભાદરકા (રહે હુડકો), રોનક ,જેન્તીલાલ કાનાણી(રહે કાલાવડ રોડ), અરજણ દોશાભાઈ ભાટુ (રહે સીતારામ સોસાયટી) સંજય સામતભાઈ બાબરીયા (રહે ગોવર્ધન ચોક), મેરામણ અરશીભાઈ ઝાલા(રહે કોઠારીયા રોડ), દેવાયત રામદેભાઈ વાળા(રહે નાણાવટી ચોક)ને પકડી રૂ.૬૯૫૦૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરી હતી.
જુગારના ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસે વિષ્ણુ નગર શેરી નંબર ૧માં આવેલ ઉમિયાજી કૃપા મકાનમાં જુગાર રમતા મકાન માલિક દક્ષાબેન જયંતીભાઈ, રેખાબેન અતુલભાઇ વીસપરા (રહે ઉમિયા ચોક), સોનુબેન સચીનભાઈ ભૂત (રહે જીવરાજ પાર્ક), સપનાબેન પંકજભાઈ પિત્રોડા(રહે ઉમિયા ચોક), એશ્વર્યાબેન કેયુરભાઈ નનાણીયા (રહે વિષ્ણુ નગર), પ્રજ્ઞાબેન અનિલભાઈ ભોરણીયા(રહે વિષ્ણુ નગર), કૈલાશબેન ભરતભાઈ પિત્રોડા (રહે ઉમિયા ચોક), દીપ શૈલેષભાઈ ભૂત (રહે જીવરાજપાર્ક), ઉમંગ રમેશભાઈ હિંસુ (રહે પાંચોદ ગામ)ને પકડી રૂ.૨૧૬૨૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરી હતી.
જુગારના પાંચમાં દરોડામાં તાલુકા પોલીસે મવડી ગામમાં મવડી સ્મશાનની બાજુમાં આવેલ સુદામા ટાઉનશીપમાં ઇ વિંગના પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા હિમત ભગવાનભાઈ દવે, વિરેન્દ્ર ચંદુભાઈ રૈયાણી, પરેશ હિમતભાઈ દવે, રસીલાબેન રસિકભાઈ કિયાડા, દક્ષાબેન હિમતભાઈ દવે, રીટાબેન સંજયભાઈ ગૌસ્વામી, જયશ્રીબેન બકુલભાઈ નિમાવત, મધુબેન કાળુભાઈ ટાંક, રેખાબેન કાંતિભાઈ મોરીને પકડી રૂ.૨૦૮૧૦ ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરી હતી.