રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. જિલ્લામાં સાત દરોડામાં બે મહિલા સહિત ૪૯ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. જેમાં શાપરમાં પતરાના શેડમાં જુગાર રમાડી રહેલા કારખાનેદાર સહિત સાત શખસોને ઝડપી લીધા હતાં. જયારે ગોંડલ તાલુકાના ખડી સીમ વિસ્તારમાં વાડીમાં જુગાર રમતા વાડી માલિક સહિત ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.આર.પંડયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન શાપરમાં કીચ ગેટની અંદર આવેલ રૈયારાજ રોડવેઝના પતરા ના શેડમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં ધવલ હિરપરા, પ્રીત વઘાસિયા, જયપાલ આગરીયા, રાહત્પલ ટારીયા, ફિરોજ બાંભણીયા, ઈરફાન હેરજાં અને વિજય ભાર્ગવનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા ધવલ જેઠાભાઈ હિરપરાએ અહીં પોતાના રૈયારાજ રોડવેઝ પતરાના શેડમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું માલુમ પડું છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૭,૨૨૦ સાત મોબાઈલ ફોન, ત્રણ વાહન સહિત .૮,૨૭,૨૭૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.આર. ડામોરની રાહબરીમાં પીએસઆઇ આર.જે. જાડેજા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગોમટા ગામની ખડી સીમ વિસ્તારમાં જયેશ અશોકભાઈ પંચાલ પોતાની વાડીમાં આવેલી ઓરડીમાં જુગાર રમાડી રહ્યો છે.બાતમીના આધારે પોલીસ જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા. જેમાં વાડી માલિક જયેશ અશોકભાઈ પંચાલ, ઉપરાંત ગોપાલ નટુભાઈ ખાચરીયા, હેમાંગ કાંતિભાઈ મણવર, નરેન્દ્ર નંદલાલભાઈ જીવાણી, વિમલ સુરેશભાઈ હદવાણી, મહેશ પુનાભાઈ સીતાપરા, અતુલ બાબુભાઈ ભાણવડિયા, જેનીશ રમેશભાઈ કાથરોટીયા, યોગેશ ગોરધનભાઈ હદવાણી અને ગૌતમ રામજીભાઈ જોરાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧,૭૭, ૩૧૦ તથા સાત મોબાઈલ ફોન, ૩ બાઈક સહિત પિયા ૨,૮૨,૩૧૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જુગારના અન્ય દરોડામાં જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે પાવટી ગામમાં વાસ વિસ્તારમાં મકાનની પાસે જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં હરસુખ રાઠોડ, કિરણ રાઠોડ, પ્રેમજી રાઠોડ, રાજેશ રાઠોડ, નાનજી રાઠોડ, બેચર સાદીયા, વિપુલ સાદીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૭૦૦ કબજે કર્યા હતા. યારે રાજકોટ એલસીબીની ટીમે જેતપુરમાં ફુલવાડી વિસ્તારમાં રામજી મંદિર રોડ પર રહેતી ગીતા ભટ્ટીના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા બે મહિલા સહિત ૮ ને ઝડપી લીધા હતા. જેમાં ગીતાબેન અજયભાઈ ભટ્ટી, હમીદાબેન યુનુસભાઇ મુલતાની, જીેશ ઉર્ફે જીતો મહેન્દ્રભાઈ પાટડીયા, જીતેશ ભોજવિયા, અમીન લાખાણી, અલ્પેશ સોલંકી, રસિક મકવાણા અને મેરામ રાઠોડનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે પટમાંથી રોકડ પિયા ૪૭,૫૦૦ પાંચ મોબાઈલ ફોન સહિત . ૭૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ભાયાવદર પોલીસ મથકના સ્ટાફને માખીયાણા ગામે પડવલા માખીયાળા સીમ વિસ્તારમાંથી જેઠાભાઈ પુનાભાઈ ડાંગરની વાડીએ લાઈટના અજવાળે જુગાર રમતા જેઠા ડાંગર ઉપરાંત પુંજા કાળોતરા, ચંદુ ઉર્ફે માઈકલ મુછડીયા, બોદુ નોઈડા, શરીફ સુમરા સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. યારે ફાક હાજીભાઈ સુમરા અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૩,૮૯૦ કબજે કર્યા હતા.
ધોરાજી સીટી પોલીસ મથકના સ્ટાફે રામપરા ચાંપાધાર પાસે રોડ પર જાહેરમાં જુગાર રમતા ભુપત ડાભી, મહેશ મેણીયા, સતિષ મેણીયા, રમણીક મેણીયા અને હિતેશ ડાભી સહિત પાંચને ઝડપી લઇ રોકડ પિયા ૮,૫૫૦ કબજે કર્યા હતા. લોધીકા પોલીસે રાવકી ગામ લખમણભાઇ બગડાના ઘરની સામે જાહેરમાં જુગાર રમતા લખમણ બગડા, રમણીક ચાંડપા, પ્રવીણ રાઠોડ, પ્રવીણ ઉર્ફે કાળુ બગડા, ચિરાગ સાગઠીયા, દિપક બગડા, નીતિન બગડા સહિત સાત શખ્સોને ઝડપી લઇ રોકડ પિયા ૨૭,૭૦૦ અને મોબાઈલ અને બાઇક સહિત પિયા ૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.