જામનગરમાં પાંચ બાઇક ચોરીના ભેદ ખુલ્યા : ત્રિપુટી ઝબ્બે
સીટી-સી પોલીસે એક શખ્સ અને બે ટાબરીયાની અટક કરી : બાવળમાં સંતાડેલા બાઇક કબ્જે
જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટાફ બાતમીના આધારે તપાસ લંબાવીને એક શખ્સ અને બે ટાબરીયાને અટકમાં લઇ પાંચ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલીને બાવળમાં સંતાડેલા બાઇકો કબ્જે લીધા છે.
શહેર વિસ્તારમાં વાહનચોરીના અનડીટેકટ ગુના શોધી કાઢવા એસપી ડો. રવિ મોહન સૈની અને સીટી ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ ચલાવી રહી હતી, સીટી-સી પીઆઇ એચ.વી. રાઠોડની સુચનાથી ડી-સ્ટાફ દ્વારા અનડીટેકટ ચોરીના ગુના શોધી કાઢવા સીસી કેમેરા ચેક કરવા અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલના કેમેરા ચેક કરાવતા તેમજ હયુમન ટેકનીકલ સોર્સની મદદથી વાહન ચોરી કરનાર શખ્સોની શોધમાં હતા.
એ દરમ્યાન હેડ કોન્સ. ખીમશીભાઇ, કોન્સ હોમદેવસિંહ, જયપાલસિંહ, હાર્દિકભાઇને સંયુકત બાતમી મળેલ કે દિગ્જામ સર્કલ પાસે ગણપતનગર નજીક બાવળની ઝાડીઓમાં અમુક ઇસમોએ મોટરસાયકલ સંતાડેલ છે અને સગેવગે કરવાની પેરવી તેમજ સ્પેર પાર્ટ વેચવાની ફીરાકમાં છે જેના આધારે તપાસ કરીને બે કાયદાથી સંઘર્ષીત કિશોર અને ખેતીવાડી ફાટક પાસે બાવરીવાસમાં રહેતા શની જેસીંગ કોળીને પકડી લીધા હતા.
ત૫ાસ દરમ્યાન પાંચ મોટરસાયકલ કબ્જે કરવામાં આવ્યા છે જેમાં સીટી-સી ડીવીઝનમાં ચોરી થયેલા ૩ અને ૨ બાઇક બીએનએસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કર્યા છે કુલ ૭૦ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી હેન્ડલ લોક કર્યા વગરની મોટરસાયકલને ટાર્ગેટ કરીને ચોરી કરવાની આદત ધરાવે છે.