જામનગર: ગોકુલનગરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની અટક
જામનગર: ગોકુલનગરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની અટક
September 30, 2026 02:38 PM
જામનગર: ગોકુલનગરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની અટક
૨૧ હજારની રોકડ રકમ અને ૫૨ ગંજીપત્તા કબજે
જામનગરના ગોકુલનગર મયુરનગર શેરી નં.૩માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોડે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પાંચ મહિલા અને બે પુરુષ સહિત સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી મયુરનગરના ઇલાબા મહિપતસિંહ જાડેજા, પાણાખાણના કાંતાબેન ચીનાભાઈ કુનતીયા, સાયોના શેરીના દિનુબેન ઉર્ફે ટીનાબેન નાનજી વાઘેલા, ગોકુલનગરના ગીતાબેન દિનેશભાઈ રીબડીયા, રસીલાબેન કિશોરભાઈ મકવાણા, ગાગવા ગામના દિગવીજયસિંહ ભુપતસિંહ જાડેજા અને સિકકા ગામના હરદીપસિંહ ચંદુભા ચુડાસમા મળી આવ્યા હતા. પોલીસે તમામ પાસેથી મળી આવેલી રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. જુગારના સ્થળેથી મળેલી રોકડ સહિત કુલ રૂ.૨૧,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ અને ૫૨ ગંજીપત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે તમામ સાત સામે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધ્યો છે.