જામનગરનું તાપમાન હજુ પણ અન્ય શહેરોમાં ઠંડુ: આગામી દિવસોમાં આકરો તાપ પડશે
જામનગરમાં છેલ્લા પાંચેક દિવસથી સુર્યદેવતા નરમ પડયા છે, એટલું જ નહીં ત્રીજા દિવસે પણ 50 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 40 થી 42 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને પર રાહત થઇ હતી, જો કે આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તેવી શકયતા છે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 40 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે, રાજય સરકારે બે દિવસ પહેલા તાબડતોબ બેઠક બોલાવીને હીટવેવ અંગે તમામ જિલ્લા કલેકટરોને સુચના આપીને લોકો વધુ પરેશાન ન થાય તે જોવા જણાવ્યું હતું.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 24.5 ડીગ્રી, હવામાં ભેજ 75 ટકા અને પવનની ગતિ 45 થી 50 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગરના કલેકટર ભાવિન પંડયા, દ્વારકાના કલેકટર જી.ટી.પંડયા સહિતના અધિકારીઓએ હીટવેવથી બચવા માટે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.
ગઇકાલે ગામડાઓમાં પીવાના પાણીની તકલીફ પણ શ થઇ હતી, પશુઓને પાણી વિના ટળવળતા જોવા મળ્યા હતાં, સામાજીક અને સેવાકીય સંસ્થાઓએ જામનગર સહિત સમગ્ર હાલારમાં પાણીના પરબો શ કયર્િ છે, હવામાન ખાતુ કહે છે કે, અઠવાડીયા સુધી ગરમી તો રહેશે, અખાતના દેશોમાં સાયકલોનીક સરકયુલેશનને કારણે રાજસ્થાન અને ઉતર ગુજરાતમાં થોડા વાદળો રહેશે પરંતુ ગરમીમાં કોઇપણ જાતનો ફેરફાર થશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં રાત્રે ભારે પવન સાથે ખાબક્યો વરસાદ
May 14, 2024 11:10 AMજામનગર:જામજોધપુરના શેઠવડાળામાં વરસાદ ખાબક્યો
May 14, 2024 10:57 AMબ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહી છે હોલીવુડની અભિનેત્રી મુન
May 14, 2024 10:55 AMબદ્રીનાથમાં વીઆઈપી દર્શન બંધ કરાવવા માટે આંદોલન
May 14, 2024 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech