જામનગર પંથકમાં મહિલાઓ સહિત ૫૪ પત્તાપ્રેમીઓની અટકાયત
૩ ફરાર : રોકડ, મોબાઇલ અને ગંજીપતા કબ્જે : જુદા જુદા દસ સ્થળોએ પોલીસના દરોડા
જામનગર શહેર, જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોજ માણી રહેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ૧૦ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડીને મહિલાઓ સહિત ૫૪ની અટકાયત કરી હતી અને ૩ નાશી ગયા હતા, આંબાવાડી વિસ્તાર, જામજોધપુર, લાખાબાવળ, લતીપર, નથુવડલા, દિ.પ્લોટ ૪૯, લાલપુર, ખીમરાણા, શેઠવડાળા, ખટીયા રોડ જેવા સ્થળોએ રેઇડ પાડી હતી.
મેઘપર વિસ્તારના મોટી ખાવડી આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ગાગવાધારના દેવાણંદ વરજાંગ સંધીયા, ખંભાળીયાના સિકંદર સતાર બુખારી, આંબાવાડી વિસ્તારના અજીતસિંહ બહાદુરસિંહ પરમાર અને નવાગામના વેપારી જયેશ જટાશંકર જોશીને રોકડા ૧૦૭૮૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં જામજોધપુરના પાળેશ્ર્વર નેશ ઘાસના ગોડાઉન પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાળેશ્ર્વર નેશના અનિલ કાના કટારા, મેસુર કરશન કટારા, પાર્થ ભીમા કટારા, દિલીપ હંસરાજ સોલંકીને રોકડ ૧૦૧૫૦ સાથે દબોચી લીધા હતા. લાખાબાવળ સ્મશાનની દિવાલ પાછળ જાહેરમાં તિનપતીનો જુગાર રમતા કનસુમરાના ફેઝલ મામદ ખીરા, સીરાઝ કાસમ ખીરા, લાખાબાવળના રફીક હાજી ખફીને રોકડ ૧૬૨૦૦ સાથે પકડી લીધા હતા, જયારે લાખાબાવળનો દોસમામદ દાઉદ મથુપોત્રા નાશી ગયો હતો.
લતીપર બોરીચાવાસમાં તિનપતીનો જુગાર રમતા લતીપરના અમિત પ્રવિણ પંડયા, ભરતકુમાર પ્રાણશંકર વ્યાસ, જયંતીલાલ કેશવજી મકવાણા, પ્રકાશ રણમલ ડાંગર, મુકેશ દેવાણંદ જીલરીયા, તેજા ગોવિંદ ચભાડીયા અને ગંગારામ દામજી બારૈયાની અટક કરી રોકડા ૧૧૨૫૦ જપ્ત કર્યા હતા.
આ ઉપરાંત જામનગરના દિ.પ્લોટ-૪૯ કામડીયાવાસના ચોકમાં તિનપતીનો જુગાર રમતા કામડીયા વાસના વિનુ દાના ચૌહાણ, ખોડીયારનગરના રમેશ જીવા ચૌહાણ, શંકરટેકરીના વિકી વિજય બુટીયા, કામડીયા વાસના રામજી અરવિંદ ગોહિલ, કનૈયા જીતુ સોલંકી, ધર્મેન્દ્ર જયેશ વાઘેલા, સંજય વેરશી સોલંકીને રોકડા ૪૮૪૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં લાલપુર ચાર થાંભલા પાસે તિનપતીનો જુગાર રમતા ચાર થાંભલા પાસે રહેતા રાજુ અમજી પરમાર, દિપક જયંતી રાઠોડ, સંગીતાબેન રાજુ પરમાર, નીતાબેન મનસુખ મકવાણા, સોનલબેન સાગરા પરમાર, રેખાબેન નરેશ પરમારની અટક કરી રોકડા ૧૦૧૨૦ કબ્જે કર્યા હતા. જયારે જામનગર નજીક ખીમરાણા ગામ સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ધુંવાવના પરેશ નરશી પરમાર, ખીમરાણાના જાદવજી લાલજી ધારવીયા, મનસુખ વશરામ કટેશીયા, કિશોર મોહન માંડવીયાને પકડી રોકડા ૨૮૯૫૦, ગંજીપતા અને ૩ મોબાઇલ મળી કુલ ૪૩૯૫૦નો મુદામાલ પંચકોશી-એ પોલીસે કબ્જે કર્યો હતો, જયારે મોહનનગરનો વસંત ખીમજી નકુમ નામનો શખ્સ નાશી ગયો હતો.
આ ઉપરાંત ધ્રોલના નથુવડલાની કોબા સીમ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા નથુવડલા ગામના મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા, પ્રવિણકુમાર ચંદ્રશંકર ઉપાઘ્યાય, નરેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા, ધર્મેન્દ્રગીરી મંગલગીરી ગોસાઇ, જયંતીલાલ રતીલાલ ધુળકોટીયાને રોકડ ૪૫૨૦ સાથે અટકમાં લીધા હતા, જયારે નથુ વડલાનો રાણા ભુરા બાંભવા નાશી ગયો હતો.
અન્ય દરોડામાં શેઠવડાળા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આાધારે સમાણાથી ખટીયા તરફના રસ્તે ક્રિષ્ના ફાર્મ નામની વાડીની બહાર બાવળના ઝાડ નીચે જાહેરમાં ગોળ કુંડાળુ વાળી ગંજીપતા વડે જુગાર રમતા મુળ જાફરાબાદના ચિત્રાસર ગામના હાલ સમાણા રહેતા સંજય ભુપત મકવાણા, મુળ વાવડીના હાલ સમાણા રહેતા કુંજન વિઠલ ભાયાણી, બાવળીદરના મામૈયા ધના સુમાયત, મુળુ ધના સુમાયત, સામળા નાગાજણ વિજાણી, સુખરાજ રામદેવ રવશી, શૈલેષ ચંદુ વસુનીયા અને મુળ બરજર એમપી હાલ સમાણા રહેતા ફકરૂ બચુ વસુનીયાને રોકડ ૧૦૨૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
શેઠવડાળા ગામની સાતકોશી સીમ વિસ્તારમાં ઝાડ નીચે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા શેઠવડાળા ગામના અમિત રમેશ લાલકીયા, મહેશ ઠાકરશી લાલકીયા, રેનીશ જગદીશ વાઘેલા, લખીયાર ઉર્ફે લાખો જીવા ઘોઘા, રમેશ પાલા રાઠોડ, કોટડી ગામના નુરમામદ ઇસ્માઇલ ભટ્ટી નામના શખ્સોને રોકડા ૧૨૪૦૦ સાથે ઝડપી લીધા હતા.