રાજકોટ : આગામી તા. ૧૩ એપ્રિલને સોમવારના રોજ શ્રીમદ વલ્લ ભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. ગૌસેવા, માનવ સેવા, દેવદર્શન, સામુહીક પાઠ અનુષ્ઠાન સહિત શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. સોમવારે સાંજે રેસકોર્સના બાલભવન ઓપન થિયેટર ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. બાલભવનથી બહુમાળી ભવન ગેઈટ તરફથી રેસકોર્સ રીંગ રોડ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના બધા જ વૈષ્ણવાચાર્યો પદયાત્રા કરતા બિરાજીત રહી શોભાયાત્રાની આગેવાની સાથે માર્ગદર્શન કરશે. આ શોભાયાત્રામાં શ્રીમદ્દ વલ્લ ભાચાર્ય મહાપ્રભુજીના સ્વરૂપો ઘોડા, બગી, રથોમાં બિરાજીત કરાવી જયઘોષ અને પુષ્પવૃષ્ટિ સાથેનો રસાલો બેન્ડવાજા, કેશીયો પાર્ટી, ઘોડા, બગ્ગી મહાપ્રભુજીના જીવન કવન વ્યકત કરતા ૧૦થી વધુ ટ્રક્, મેટાડોર, ફ્લોટસ સાથે હજારોની સંખ્યામાં વૈષ્ણવો સાથેની શોભાયાત્રા ગેલેક્સી સિનેમા, અકિલા ચોક, કિશાનપરા ચોક, બાલભવનના મુખ્ય ગેઈટમાં પ્રવેશ સાથે બાલભવન ઓપન થિયેટર પહોંચી ધર્મસભામાં પરિવર્તન થશે. અહીં વૈષ્ણવ કિર્તનકારો દ્વારા વધાઈ ગાન ભગવદ્ સ્વપ્નો આચાર્યો દ્વારા તિલક-માલ્યાર્પણ અને આરતી-વંદન ઈત્યાદી થશે. આ શોભાયાત્રામાં શહેરના વૈષ્ણવાચાર્યો, સપ્તમપીઠાધીશ્ર્વર વ્રજેશકુમાર, ચરણાટ હવેલીના આચાર્ય ગોવિંદરાય, માધવ મહલ હવેલીના આચાર્ય, વિશાલકુમાર, વલ્લ ભાશ્રય હવેલીના અભિષેકલાલ, કૃષ્ણાશ્રય હવેલીના અક્ષયકુમાર, સર્વોત્તમ હવેલીના પરાગકુમાર, સપ્તમપીઠ હવેલીના અનિદ્ધલાલ, દ્વારકેશ ભુવન હવેલીના સપ્તમપીઠ હવેલીના રસેષકુમાર, દ્વારકેશ ભવન હવેલીના અવંતશકુમાર તેમજ ચરણાટ હવેલીના વલ્લ ભલાલજી બિરાજીત રહી શહેરની તમામ હવેલીઓના અનુયાયી વૈષ્ણવ ભક્તોને પ્રવચન દ્વારા ભક્તિ માર્ગિય ઉપદેશ કરશે.ધર્મસભા પૂર્ણ થયે ઉત્સવમાં સમ્મિલીત તમામ વૈષ્ણવો માટે મંડાણ વ્યવસ્થા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાલભવન-રેસકોર્સ ખાતે પંડાલમાં હજારો વૈષ્ણવોની બેઠક વ્યવસ્થા અને આચાર્યો માટે આકર્ષક મંચના નિર્માણ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.પ્રાગટ્ય ઉત્સવની પૂર્વ સંધ્યાએ વિવિધ મંદિર-હવેલીઓમાં વિશેષ દર્શનો ઉપરાંત સર્વોત્તમ સ્તોત્ર, યમુનાષ્ટક, યમુનાજીના ૪૧ પદો જેવા પાઠ-અનુષ્ઠ ાનોનું આયોજન તેમજ ઉત્સવની સવારે પ્રભુના પલના અને નંદોત્સવ જેવા દર્શન ઉપક્રમો યોજાશે.
ગૌસેવાના ભાગ-પ કામધેનુ ગૌસેવા લાડવા મંડળના વૈષ્ણવ ભાઈ-બહેનો દ્વારા ઉત્સાહની પૂર્વ સંધ્યાએ સાત સ્વપ હવેલી ખાતે ૨૦૦૦ કિલો લાડવાઓ શહેર આસપાસની ૨૬ જેટલી ગૌશાળા, પાંજરાપોળમાં પહોંચાડાશે. એ જ રીતે શહેરની જાણીતી શ્રીજી ગૌશાળાના ગૌસેવક પરિવારો દ્વારા ૫૦૦૦ મણ લીલો ચારો ૨૬ જેટલી ગૌશાળાઓમાં ગૌસંખ્યા પ્રમાણે પહોંચતો કરાશે.જેથી રાજકોટના વૈષ્ણવ સમાજને આ પ્રાગટ્ય ઉત્સવમાં વૈષ્ણવી વેશ સાથે સંમિલીત થવા સમિતિ અને આચાર્યોનું આહવાન છે. જેરામભાઈ વાડોલીયા, રવજીભાઈ ડઢાણીયા, વિજયભાઈ પટોડીયા, ગોવિંદભાઈ દાવડા, દિનેશભાઈ કારીયા, ભૂપેન્દ્રભાઈ છાટબાર, કેતનભાઈ આડેસરાએ કાર્યક્રમની જહેમત ઉઠાવી છે. વધુ માહિતી માટે માધવદાસ ફીચડીયા મો.૯૮૨૫૦ ૭૫૦૨૮, મોહનભાઈ વાડોલીયા મો. ૯૮૨૫૨ ૧૧૧૮૫ ઉપર સંપર્ક કરવો.