તા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત ૫૪ મો યુવક મહોત્સવ હીરક સ્પંદન (તા. ૯ થી ૧૧ ઓક્ટોબર ૨૦૨૬) માં દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય, અલીયાબાડા એ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.યુનિવર્સિટીના ૬૦ વર્ષની હીરક જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ મહોત્સવમાં કોલેજના તાલીમાર્થીઓએ ગૌરવવંતા સ્થાન પ્રાપ્ત કર્યા છે. જેમાં સમૂહ નૃત્ય સ્પર્ધામાં - પ્રથમ ક્રમ પ્રાચીન રાસ સ્પર્ધામાં - પ્રથમ ક્રમ. મિમિક્રી સ્પર્ધામાં - દર્શિકાબેન કટેશિયા દ્વારા તૃતીય ક્રમ, સમગ્ર સૌરાષ્ટ્રની અનેક કોલેજો વચ્ચે આપણી કોલેજના વિદ્યાર્થીનીઓએ પરંપરાગત કલા પ્રસ્તુતિનું સુંદર સમન્વય રજૂ કરી નિર્ણાયકો અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ સિદ્ધિ બદલ કલ્ચરલ કો- ઓર્ડીનેટર ડો. નિધિબેન અગ્રાવત અને સહુ વિધાર્થીઓને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હિમાંશુભાઈ અજાબીયા, આચાર્ય ડો.રૂપલબેન એસ.માંકડ તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.