જામનગર શહેર-જીલ્લામાં ૫૫ જુગારી ઝબ્બે : બે ફરાર
લખતર સીમમાં જુગારધામ પર રેન્જની ટીમ ત્રાટકી : મસીતીયા અને હાપામાં એલસીબીના દરોડા : રોકડ, વાહનો, મોબાઇલ અને સાહિત્ય મળી લાખોનો મુદામાલ કબ્જે
જામનગર શહેર, જીલ્લામાં જુગાર અંગે આઠ સ્થળે એલસીબી, રાજકોટ રેન્જ ટીમ અને સ્થાનીક પોલીસે દરોડા પાડયા હતા જેમાં ૫૫ શખ્સો ઝપટમાં આવ્યા છે, રોકડ, મોબાઇલ, વાહન સહિતનો લાખોનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે, લખતર સીમમાં રેન્જની ટીમ ત્રાટકી હતી, મસીતીયા સીમ અને હાપામાં એલસીબીએ દરોડા પાડયા હતા આ ઉપરાંત ધ્રોલ, શંકરટેકરી, મોડપર, ગુલાબનગર વિસ્તારમાં રેઇડ પાડવામાં આવી હતી.
જોડીયાના લખતર સીમમાં હેમરાજ ભોગવટાની વાડીએ બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો હોય જેના આધારે રાજકોટ રેન્જની ટીમમાં દરોડો પાડીને જુગાર રમતા લખતરના હેમરાજ શીવા ભાલોડીયા, કેશીયાના સુખા મેઘજી ઘેટીયા, વાંકીયાના કાન્તી ગંગારામ સંતોકી, ધ્રોલના જયોતીપાર્કના પ્રવિણ અમૃત નિમાવત, જીજ્ઞેશ મોહન નાગપરા, વાંકીયાના નિલેશ ગીરધર ભીમાણી, કેશીયાના અજય મનજી ગોદવાણી, વાંકીયાના નરભેરામ ટપુ ગડારા અને કેશીયા ગામના લાભુભારથી બચુભારથી ગોસાઇને રોકડા ૩.૩૫.૫૯૦૦, ગંજીપતા ૩ મોટરસાયકલ, ઇકો કાર, ૮ મોબાઇલ મળી કુલ ૧૦૨૫૯૦૦ના મુદામાલ સાથે દબોચી લીતા ચકચાર મચી જવા પામી હતી.
જામનગરના હાપા શોરૂમની સામે ગેરેજની ઉપરની ઓરડીમાં મોહસીન નામનો શખ્સ પાસા વડે જુગાર રમાડી નાલ ઉઘરાવીને ઘોડીપાસાનો અખાડો ચાલતો હોવાની બાતમી આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને ઘોડીપાસા વડે જુગાર રમતા કાલાવડ નાકાબહાર, રબાની પાર્કમાં રહેતા મોસીન ઉર્ફે છોટીયો સતાર સાટી, લાલવાડી આવાસ બ્લોક ૧૧/૩માં રહેતા વિવેક જયરાજ ચૌહાણ, ગુલાબનગરના ઇસુબ આમદ આમરોણીયા, રવિ પાર્કના સુનિલ સુરેશ મારુ, પાંચહાટડીના મુસ્તકીન નજીર લુસવાલા, સતવારા વાડના મુસ્તુફા સીદીક ગલેરીયા, રિઘ્ધી સિઘ્ધી સોસાયટીના શબીર ગુલામ ખેરાણી, રાજ સોસાયટીના અનવર મહેબુબ શાહમદાર, લાલખાણના અબુ કાસમ મતવા, ઘાંચીની ખડકી ખાતે રહેતા અખતર નુરમામદ શેખ, શબીર મહમદ ધમાલીયા અને ઇરફાન સલીમ બલોચને રોકડા ૭૧૬૦૦, ૮ મોબાઇલ મળી કુલ ૧.૦૨.૬૦૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં મસીતીયા સીમ સીદીકની વાડીના શેઢે જાહેરમાં તિનપતીનો જુગાર બાબતે એલસીબીને બાતમી મળતા દરોડો પાડીને જુગાર રમતા મસીતીયા સીમના સીદીક દોસમામદ ખફી, આદમ જુમા ખફી, જાવીદ નુરમામદ ખફી, સખપુર ગામના અબ્દુલ બાવા ઘોઘા, વીરપુરના ઇકબાલ મુગર નોયડા, મસીતીયાના ઇમરાન હનીફ ખફી, બેડેશ્ર્વરના રસુલ હબીબ કટીયા, દિ.પ્લોટ ૫૮માં રહેતી કાજલબેન મનુ માલદેની અટક કરી રોકડા ૭૩૫૦૦ તથા ૭ મોબાઇલ, ૩ મોટરસાયકલ, ક્રેટા કાર મળી કુલ ૧૦.૨૮.૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે મસીતીયાના જુમા ઉમર ખફી અને અખતર અનવર ખફી નામના બે શખ્સો ફાર થઇ ગયા હતા.
ત્રીજા દરોડામાં ધ્રોલના ગાયત્રીનગરમાં આવેલ ખોજાના મકાનની આગળના ભાગે ખાંચામાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગાયત્રીનગરના અરવિંદ મનસુખ અઘેરા, ભરત કુરજી મકવાણા, જાયવાના જયેશ ગોવિંદ ડઢાણીયા, ગાયત્રીનગરના ઓસમાણ આરબી સુમારીયા, શૈલેષ રમેશ કાઠીયા, વિજય રમેશ કાઠીયા, કમલેશ ઉર્ફે રામકો મગન રાઠોડને ઝડપી લઇ રોકડા ૩૫૧૦૦ અને ગંજીપતા જપ્ત કરાયા હતા.
ચોથા દરોડામાં જામનગરના ગુલાબનગર દેવીપુજકવાસમાં ગંજીપતા વડે જુગાર રમતા ગુલાબનગરના ગુલામહુશેન ઉર્ફે ગુલાભાઇ અલી શેખ, વૃજવિહાર સોસાયટીના નવિન નાથા ચુડાસમા, મિયાણાના ઢાળીયા પાસે રહેતા અલતાફ ઓસમાણ શેખ, હુશેનીચોકના હાન હુશેન પરમારને રોકડા ૧૯૮૦ સાથે દબોચી લીધા હતા, જયારે અન્ય દરોડામાં આ વિસ્તારમાં જાહેરમાં સિકકો ઉછાળીને કાટ-છાપનો જુગાર રમતા ગુલાબનગરના કિશન બાબુ સોલંકી, યોગેશ્ર્વરનગરના અજય સુરેશ ચુડાસમા, ગુલાબનગરના ધર્મેશ ખનુ રાઠોડ, ગોવિદ બાબુ સોલંકી અને હરીશ બાબુ પરમારને રોકડા ૭૮૦૧ સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત જામનગરના શંકરટેકરીમાં તિનપતીનો જુગાર રમતા નવી નિશાળ પાછળ રહેતા ફાક ઇકબાલ ખફી, ભીખુ કાસમ ચના, ટાંકા પાસે રહેતા સલીમ મામદ ખીરા, શંકરટેકરીના ઇમરાન હુશેન તાયાણી અને મામદ અલારખા સંધીને ઝડપી લઇ ૧૩૯૦૦ની રોકડ કબ્જે કરી હતી. જયારે મોડપરમાં તિનપતીનો જુગાર રમતા મોડપરના ભરત છગન ધામેચા, નાની માટલીના રામજી જેન્તી રાઠોડ, ઇમરાન મામદ શાહમદાર, હડમતીયાના કિશોર જેઠા ખરા, મોડપરના દાના દુદા મકવાણાને ઝડપી લઇ ૧૮૫૫૦ની રોકડ અને ગંજીપતો જપ્ત કર્યો હતો.