રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ જુગારના ૧૦ દરડોમાં પોલીસે ૫૫ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. જેમાં વીંછિયા પોલીસે સમઢીયાળા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક જુગારી ઝડપાયો હતો જયારે પાંચ શખસો નાસી ગયા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે સડક પીપળીયા ગામે લીયોન સ્ટીલ કંપની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા જેમાં વિરેન્દ્ર રાજભર, ધર્મેન્દ્ર ભારતી, સુનીલ રાજભર, બિરજુ બીંદ, અશ્વિન ભીલનો સમાવેશ થાય છે પોલીસ પટમાંથી રોકડ રૂપિયા 4,060 કબજે કર્યા હતા. જ્યારે લોધિકા પોલીસ મથકના સાથે સાંગણવા ગામ છેવાડાની શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં મનોજ દાફડા, કિશોર બગડા, જયદીપ રાખૈયા, કાનજી મકવાણા, ખોડા ખીમસુરીયા અને રવિ રાખૈયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઈલ સહિત રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કોટડા સાંગાણી પોલીસ મથકના સ્ટાફે વાદીપરા ગામે માયાણીના મઢની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા જેમાં પ્રકાશ મકવાણા, પરબત માયાણી, મુકેશ વાઘેલા, વિપુલ માયાણી, મનસુખ બારૈયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઇલ સહિત 30,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વીંછિયા પોલીસ મથકના સ્ટાફે સમઢીયાળા ગામની સીમમાં વાડીની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ અહીં પહોંચતા નાસભાગ મચી જવા પામી હતી પોલીસે અહીં જુગાર રમતા અલ્પેશ જાદવભાઈ મીઠાપરાની ઝડપી લીધો હતો. જ્યારે પાંચ શખસો નાસી ગયા હતા જેમાં દિનેશ નડાળા, ગભરું નડાળા, બુધા મીઠાપરા, શૈલેષ મીઠાપરા, પ્રેમજી ગોહિલનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રકમ બે વાહન સહિત 35,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે ગંગા ફોરજી ગેટ અંદર તળાવ પાછળ આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોની ઝડપી લીધા હતા જેમાં કાસીમ બિહના, અભિષેક અહેરવાલ, ધર્મેન્દ્ર લોધી, સંતોષકુમાર પ્રસાદ, રામશંકર લોધી અને અરુણ જાદવનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રકમ અને મોબાઈલ સહિત 46,460 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે અમરનગર ગામે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પાસે શેરીમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ધર્મેશ આલાણી, રવજી સાવલિયા, સાગર વાઘમસિંહ અને પાર્થ ખુટનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 2,050 કબજે કર્યા હતા. જ્યારે જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફે દેસાઈવાડી શેરી નંબર 5 માં રહેતા રવજી ઉર્ફે ચીનો મોતીભાઈ સોલંકીના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા રવજી ઉપરાંત દિનેશ રાવલ, વિજય ચાવડા, અશ્વિન સાવલિયા, સંજય સુબા અને વિપુલ ભૂત સહિત છ શખસોને ઝડપી લઇ રૂ.23,940 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે દેરડી ધાર આવાસ યોજના ક્વાર્ટર નંબર 967 પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા જેમાં ભાવિક પરમાર, અયાઝ ઠાસરીયા, નઇમ મારફતિયા, વસીમ ગાંધી, એજાજ લાખાણી, વત્સલ સુચર, આયુષ ગોસાઈ અને તુફેલ ખેડા તથા અફઝલ શાહમદારનો સમાવેશ થાય છે.
સુલતાનપુર પોલીસ મથકના સાથે વાસાવડ ગામેથી ખાટવાડા શેરી પાસે જાહેરમાં જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા જેમાં વિજય મૂળિયા લાલજી ભાખોત્રા, ચેતન પરમાર, ગોપાલ સરવૈયા, અરવિંદ સરવૈયા, ભરત સરવૈયા, ગોપાલ ભાખોત્રા અને કિશન બાવળિયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 55,350 તથા આઠ મોબાઈલ સહિત રૂપિયા 95,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.