જૂનાગઢમા બે વેપારીઓને ત્યાંથી ૫૬૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયુ
જૂનાગઢમા બે વેપારીઓને ત્યાંથી ૫૬૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયુ
October 06, 2026 10:22 AM
જૂનાગઢ મહાનગરપાલિકા સેનીટેશન શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપવા ચેકિંગ કર્યું હતું તેમાં બે વેપારીઓને ત્યાંથી ૫૬૮ કીલો પ્લાસ્ટિક ઝડપાતા અડધો લાખના દંડની વસૂલાત કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર વાળાના માર્ગદર્શન અને નાયબ કમિશનર વાઘેલાના નિદર્શન હેઠળ સેનીટેશન સુપ્રીડન્ટ દર્શન મકવાણા સહિત ટીમે વિવિધ એકમો પર તપાસ કરવામાં આવી હતી જેમાં જય અંબે પ્લાસ્ટિક અને પૂજા પ્લાસ્ટિક બે વેપારીઓને ત્યાંથી ૫૬૮.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું હતું. વેપારીઓ પાસેથી કુલ રૂ.૫૦ હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી.