BREAKING NEWS

ઇટાલીમાં ૨૦ વર્ષમાં બાળકોના યૌન શોષણના આરોપમાં૫૭ પાદરીને જેલ

  • November 26, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ઇટાલીમાં છેલ્લા બે દાયકામાં બાળકોના યૌન શોષણના કેસમાં 57 પાદરીઓને અંતિમ ન્યાયિક ચુકાદા બાદ જેલની સજા ફટકારવામાં આવી છે. ઇટાલીના બિશપ સંમેલન દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ અહેવાલમાં વર્ષ 2001થી 2021 દરમિયાન ચર્ચના અધિકારીઓ સમક્ષ નોંધાયેલા યૌન શોષણના કેસોની વિગતો રજૂ કરવામાં આવી છે.



અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ચર્ચના અધિકારીઓને કુલ 378 કેસની જાણ કરવામાં આવી હતી. આ કેસોમાં 356 પાદરીઓ પર યૌન શોષણના આરોપ લાગ્યા હતા અને કુલ 385 બાળકો તથા અન્ય પીડિતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શોષણની કુલ 880 અલગ-અલગ ઘટનાઓ નોંધવામાં આવી હતી.અહેવાલ તૈયાર કરનારા નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આ આંકડા માત્ર ચર્ચના રેકોર્ડ અને દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.


તેથી ઇટાલીમાં પાદરીઓ દ્વારા કરવામાં આવેલા યૌન શોષણની વાસ્તવિક સંખ્યા કેટલી છે તેનો ચોક્કસ અંદાજ આ અહેવાલ પરથી લગાવી શકાય તેમ નથી. વાસ્તવિક કેસોની સંખ્યા આંકડા કરતાં ઘણી વધારે પણ હોઈ શકે છે.અહેવાલમાં પીડિતો માટે હેલ્પલાઇન શરૂ કરવા અને લોકોને પોતાના અનુભવો સામે લાવવા પ્રોત્સાહિત કરવા જાહેર જાગૃતિ અભિયાન ચલાવવાની ભલામણ કરવામાં આવી છે. 123 આરોપી સામે ન્યાયિક કાર્યવાહી અહેવાલમાં જણાવ્યા અનુસાર, કુલ 356 આરોપીમાંથી 123ને ઇટાલીની ન્યાયિક વ્યવસ્થા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.


તેમાંથી 57 પાદરીઓને અંતિમ ચુકાદામાં દોષિત ઠેરવી જેલની સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ, ચર્ચ દ્વારા પણ 218 પાદરીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. આ પૈકી આશરે 70 ટકા પાદરીઓ દોષિત ઠયર્િ હતા.356 આરોપીઓમાંથી 87ને પાદરીપદેથી દૂર કરવામાં આવ્યા હતા અથવા ધાર્મિક કામગીરીમાંથી અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે 39 નિવૃત્ત થઈ ગયા હતા અને 67નાં મૃત્યુ થયાં હતાં.અહેવાલમાં પીડિતોની ઉંમર અને લિંગ અંગે પણ વિગતો સામે આવી છે. નોંધાયેલા પીડિતોમાં આશરે 70 ટકા છોકરાઓ હતા.

ખાસ કરીને 14થી 17 વર્ષની વયજૂથના કિશોરો સૌથી વધુ શોષણનો ભોગ બન્યા હતા. આશરે 80 ટકા કેસમાં આરોપી પાદરીઓ એક કરતાં વધુ વખત શોષણની ઘટનાઓમાં સંડોવાયેલા હોવાનું નોંધાયું હતું.ઇટાલીના બિશપ સંમેલનના વડા કાર્ડિનલ માટેઓ મારિયા ઝુપ્પીએ આ ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ગુનાઓ ચર્ચની અંદર રહેલી બુરાઈને ઉજાગર કરે છે. આપણે આ હકીકતને તેના સાચા નામે ઓળખવી પડશે અને તેની ગંભીરતાનો સ્વીકાર કરવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application