BREAKING NEWS

સાતડા ગામ- શુભ ચોકડી પાસે બે દરોડામાં 588 લીટર દેશી દારૂ ઝડપાયો

  • November 05, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં શરાબ શોખીન રસિયાઓને શરાબ પૂરો પાડવા બુટલેગરો સક્રિય થયા છે તો બીજી તરફ દારૂના ધંધાથી ઓને ઝડપી લેવા પોલીસે પણ શસ્ત્ર સજાવ્યા છે ત્યારે પીસીબી બ્રાન્ચના પીઆઈ ની સૂચનાથી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે બે જુદાજુદા દરોડામાં સાતડા ગામે સ્વીફ્ટ કારમાંથી 288 લીટર દેશી દારૂ તેમજ 150 ફૂટ રીંગ રોડ શુભ ચોકડી ભાવનગર હાઈવે પરથી સ્વીફ્ટ કારમાં 300 લીટર દેશી દારૂ કબજે કરી ત્રિપુટીની ધરપકડ કરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર વોચ રાખવા અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર દરોડા પાડી દારૂ ઝડપી લેવા કરેલા આદેશના પગલે પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરી અને પીઆઇ એમ જે હૂણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બીપી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.


પ્રથમ દરોડામાં પીસીબીના કુલદીપસિંહને મળેલ બાતમીના આધારે ટીમે એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સાતડા ગામ નજીક સ્વીફ્ટ કાર જી જે 0 10 એપી 0353 ને અટકાવી તલાસી લેતા કારમાંથી 288 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 57,600 નો મળી આવતા કારના ચાલક દીપક હકાભાઇ ઓળખ્યા અને અનુકુ ભીખુભાઈ ચાવડા ને ઝડપી લીધા હતા જેની પૂછપરછમાં આ દારૂ ભાભલુભાઈ બહાદુરભાઇ ખાચર નામના બુટલેગરે આપ્યાની કબુલાત આપી હતી જેથી દારૂ અને કાર સહિત 2 57,600 નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


બીજા ધરોડામાં પીસીબીના કિરતસિંહ ઝાલા અને રાહુલ ગીરી ગોસ્વામીને મળેલ હકીકતના આધારે ભાવનગર હાઈવે શુભ ચોકડી નજીક સ્વીફ્ટ કાર જી જે 03 ઈસી 5320ને ઝડપી તલાસી લેતા કારની ડેકી માંથી 300 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 60,000 નો કબજે કરી આરોપી રાજુ દડુભાઇ સાઢમીયા ઉમર 43 રહે કોઠારીયા સોલવન્ટ મૂળ વિંછીયા હિંગોળગઢ વાળાને દારૂ તેમજ કાર સહિત 3.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા વિછીયા અને આજીડેમ પોલીસમાં તેની સામે ચાર જેટલા ગુના નોંધાયાનું જાણવા મળ્યું છે.


આ અંગેની કામગીરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ એમ જે હૂણ, પીએસઆઇ પી બી ત્રાજિયા, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, મહિપાલસિંહ, દેવરાજભાઈ ક્ળોતરા, કુલદીપસિંહ જાડેજા યુવરાજસિંહ રાણા, વિજય મેતા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર હિરેન સોલંકી હિતેન્દ્ર પરમાર, હરદેવસિંહ, રાહુલગીરી, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા કરણ મારુ,સહિતની ટીમ રોકાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application