રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગત વર્ષે ઓગસ્ટ 2025માં પોલીસ ખાતામાં સિનિયર અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરી હતી. આ બદલીઓમાં 2011 બેચના 10 જેટલા આઇપીએસ અને વેટિંગ ફોર પોસ્ટિંગ હેઠળ રખાયા હતા. આ 10 પૈકી 6 આઇપીએસ ઓફિસરોને આજરોજ ગૃહ વિભાગ દ્વારા એટેચ તરીકે જુદી જુદી કચેરીમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી પોસ્ટિંગ ફાળવેલ છે. આમ સાત મહિના સુધી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રહ્યા પછી પણ કાયમી પોસ્ટિંગ વહીવટી કારણોસર મેળવી શકેલ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતના 6 IPS(વેઇટિંગ ફોર પોસ્ટિંગ)ને એટેચ તરીકે નિમણુંક
1. તરૂણ દુગ્ગલ- પોલીસ મહાનિર્દેશક (CID ક્રાઇમ અને રેલવેઝ, ગાંધીનગર)
2. ચૈતન્ય રવિન્દ્ર માંડલિકઃ અધિક પોલીસ મહાનિર્દેશક (પોલીસ સુધારણા, ગાંધીનગર)
3. આર.ટી. સુસરાઃ અધિક પોલીસ મહાનિર્દેશક (તકનકી સેવાઓ, ગાંધીનગર)
4. સુધા એસ. પાંડેઃ પોલીસ મહાનિર્દેશક (તાલીમ), ગાંધીનગર
5. સુજાતા મઝુમદારઃ પોલીસ મહાનિર્દેશક (તાલીમ) ગાંધીનગર
6. મયુર ગુલાબરાવ પાટીલઃ પોલીસ મહાનિર્દેશક (કાયદો-વ્યવસ્થા) ગાંધીનગર