જામનગર: ખંઢેરા સીમમાં પાના ટીંચતા સાત શખ્સ સપડાયા
ટાઉનહોલ પાસે એકી-બેકીનો જુગાર રમતા ૬ની અટકાયત
કાલાવડના ખંઢેરા ગામે કારાછીપરાવાળી સીમમાં તિનપતીનો જુગાર રમતા સાત શખ્સોને ૧૬ હજારની મતા સાથે દબોચી લીધા હતા, જયારે જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં એકી બેકીનો જુગાર રમતા ૬ શખ્સો ઝપટમાં આવ્યા હતા.
ખંઢેરા સીમમાં તિનપતીનો જુગાર રમતા ખંઢેરાના જયસુખ રતનગીરી ગોસ્વામી, સલીમ ઇસ્માઇલ ખીરા, પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાડેજા, રાજુ લીંબા અજાણ, ચંદ્રકાંત લાભશંકર જોશી, કાલાવડની સ્વામીનારાયણ શેરીમાં રહેતા વેપાર કરતા કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને ખંઢેરાના ખેતીકામ કરતા હિતેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજાને રોકડા ૧૬૨૦૦ તથા ગંજીપતા સાથે ગ્રામ્ય પોલીસે પકડી લીધા હતા.
જયારે અન્ય દરોડામાં જામનગરના ટાઉનહોલ અપના બજારના ખુણા પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા ગરીબનગર પાણાખાણના રીક્ષા ડ્રાઇવર યુસુફ આઝાદ મામલ પલેજા અને સનસીટી-૧ના આરીફ યુસુફ આરબાણીને રોકડા ૬૦૦ સાથે પકડી લીધા હતા, તેમજ આ વિસ્તારમાં એકી-બેકીનો જુગાર રમતા વિકાસગૃહ રોડ વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા રીક્ષા ડ્રાઇવર ધર્મેશ મુકુન્દ રાયઠઠ્ઠા, ચાંદીબજાર શીતળા ફળીમાં રહેતા લલીત રમેશચંદ્ર જોશી, ધરારનગર-૧ના જુસબ ઇસ્માઇલ જુણેજા, આઠમાળીયા આવાસ બ્લોક-બીમાં રહેતા અબ્બાસ સુલેમાન રાજાણીને રોકડા ૪૦૧૦ સાથે પકડી લીધા હતા.