BREAKING NEWS

જામનગર: સ્વામીનારાયણ નગરમાં પાના ટીંચતી ૬ મહિલાની અટકાયત

  • July 10, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સ્વામીનારાયણ નગરમાં પાના ટીંચતી ૬ મહિલાની અટકાયત

બાતમીના આધારે પોલીસ પ્રગટી : ૩૦ હજારની રોકડ કબ્જે 

જામનગરના સ્વામી નારાયણનગર, ડ્રીમસીટી વિસ્તારમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતી ૬ મહિલાઓ ૩૦ હજારની રોકડ સાથે અટકમાં લીધી હતી.

સીટી-બી ડીવીઝન પીઆઇ ગઢવી અને પીએસઆઇ રાજના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સંયુકત બાતમી આધારે શહેરના સ્વામીનારાયણનગર વિસ્તાર ડ્રીમસીટી ખાતે શેરી નં. ૬માં કેટલીક મહિલાઓ જાહેરમાં બેસીને ગંજીપતા વડે જુગાર રમે છે જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
​​​​​​​
દરોડા દરમ્યાન તિનપતીનો જુગાર રમતા સ્વામીનારાયણ નગરના રીનાબેન રમેશ પટેલ, એમ્યુઝમેન્ટ પાર્ક કિંગ પેલેસ પાસે રહેતા હેમાબેન પરેશ ખુબચંદાણી, ખોડીયાર કોલોનીના લતાબેન હરીશ હીન્દુજા, પટેલપાર્ક શેરી નં. ૧૧ના સુનિતાબેન જીતુ નાગપાલ, એમ્યુઝમેન્ટ પાર્ક આવાસ રોડ ખાતે રહેતા મધુબેન જેરામ વાછાણી, મુળ મહેસાણા હાલ શ્યામ ટાઉનશીપ સોસાયટી ખાતે રહેતા આશાબેન યોગેશ મેવાડાની અટકાયત કરી રોકડા ૩૦૮૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application