જામનગર શહેર-જીલ્લામાં મહિલા સહિત ૬૦ જુગારીની અટકાયત
જામનગર શહેર, જીલ્લામાં શ્રાવણીયા જુગારની જમાવટ જોવા મળી રહી છે, ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર અને જામનગર શહેરના રણજીતસાગર રોડ, મોરકંડા રોડ, ખીમરાણા, જામજોધપુરની લાડવા શેરી જેવા વિસ્તારોમાં ૧૦ સ્થળે પોલીસે દરોડા પાડી તિનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત ૬૦ની અટક કરી હતી ૩ શખ્સ ફરાર થઇ ગયા હતા, દરોડા દરમ્યાન રોકડ અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતું.
ધ્રોલના પટેલ સમાજ સામે ગોદડીયાવાસમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા અજય કાન્તી ડાંગરોચીયા, જામનગર નાનકપુરીના સાગર કિશોર ગોદડીયા, ધ્રોલના અમિત કિશોર ગોદડીયા, રમેશ બિજલ ડાભી, મે ઇશ્ર્વર ગોદડીયાને રોકડા ૧૦૩૬૦ સાથે દબોચી લીધા હતા. જયારે ખીમરાણા ગામના પાદરની સામે ઓટા પર તિનપતીનો જુગાર રમતા ભગવાનજી ઉર્ફે પો ભીખા ગમારા અને રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજાને રોકડા ૩૯૦૦ સાથે પકડી લીધા હતા. તેમજ લાલુભા દેવેન્દ્રસિંહ જાડેજા, ગૌતમ રાજેશ, મુન્ના ઉદુભાઇ જાડેજા, ભરતસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સો નાશી છુટયા હતા.
અન્ય દરોડામાં લાલપુરના ખીરસરા મેઇન બજારમાં તિનપતીનો જુગાર રમતા જામનગર શંકરટેકરીના રીક્ષા ડ્રાઇવર ગુલામ એ મુસ્તુફા ઉર્ફે લાલુ બોદુ બ્લોચ, વસીમ બોદુ બ્લોચ, ખીરસરાના કસાનાબાનુ સલીમ જરવાર, અફસાનાબેન હુશેન જરવાર, રેશમાબેન મોજીદ જરવાર, ખાઇફળીના અફસાનાબેન નવસાદ દેખાન, મીઠાપુરના હમીદાબેન અનવર બ્લોચની અટક કરી રોકડા ૧૦૦૩૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
જયારે લાલપુરના નવી પીપર ગામના પાટીયા પાસે તિનપતીનો જુગાર રમતા નવીપીપર પાટીયે રહેતા પ્રવિણ દેવા ભાટી, મોજા તુલશી ભાટી, ડાયા દેવા ભાટી, વના દેવા ભાટી, ધરારનગરના સુરજ મનોજ સોલંકીની ધરપકડ કરી રોકડા ૪૭૨૦ કબ્જે કર્યા હતા તેમજ જામજોધપુરના લાડવા શેરીમાં ગંજીપતા વડે જુગાર રમતા લાડવા શેરીના સાગર કાન્તીલાલ સોલંકી, ભગવતીપરાના રાજેશ જીવનલાલ કુડેચા, આંબેડકર ચોકમાં રહેતા મગનલાલ વીરા વિજુડા, ગંજીવાડાના રાજ નાથા પરમાર, જીજ્ઞેશ ગીરધર રાઠોડ, ભગવતીપરાના આકાશ ઉર્ફે ગાંગો મનિષ વરાણીયા અને આંબલી ફળીના અજય સુખા ડાભીને પકડી લઇ ૧૬૫૪૦ રોકડા અને ગંજીફો જપ્ત કરાયો હતો.
આ ઉપરાંત જામનગરના મોરકંડા રોડ, સેટેલાઇટ પાર્ક સામે જંગલીપીર રોડ જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મોરકંડા ધાર ખાતે રહેતા રાહુલ કિશોર માંડવીયા, શંકર જગદીશ દેગામા, અનિલ રાજેશ વાઘોણા, જયેશ મનુ પાટડીયા, વિજય રમેશ વિરમગામા, મેહુલ અમરશી ધારેવાડીયા, રાંદલનગરના હરપાલસિંહ નવલસિંહ ઝાલાને પકડી રોકડા ૧૦૦૫૦ અને ગંજીપતા કબ્જે લીધા હતા. તેમજ રણજીતસાગર રોડ રઘુવીરપાર્ક પાછળ આવાસની બાજુની ખુલ્લી જગ્યામાં તિનપતીનો જુગાર રમતા ક્રિષ્ના રેસીડેન્સી ખાતે રહેતા હરીશ રમણીક ચુડાસમા, ભાવનગર ગારીયાધારના બાલા ઉર્ફે અક્ષય નાથા ગોસ્વામી, બેડેશ્ર્વરના તુલશી રમેશ રાણ, અટલ આવાસ બ્લોક બી-વિંગ ૬૦૭માં રહેતા લાલા કનુ સોલંકી, આવાસ વીંગ-એ ૭૦૪માં રહેતા પ્રકાશ નવલ ઝાલા, મીણાદાતાર પાસે રહેતા નરેશ કરશન કદવાતર, ખોજાનાકા બાવાના ડેલામાં રહેતા નાનુભા રામસંગજી જાડેજા, નાગરપરાના વિજય ભુપત ગજરા, કિશાનચોક દ્વારકાધીશ ડેલો ખાતે રહેતા ભાવિન રમેશ મુંજાલ, નાગરપરાના મિલન ઉર્ફે ભુરો હરિશ ચાંદ્રા નામના શખ્સોને રોકડા ૧૦૨૪૦ સાથે દબોચી લીધા હતા.
કાલાવડના ખરેડી-પીપર રોડ જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ખરેડીના કેશુ ખીમજી ઘાડીયા, ભરત રમેશ ગીણોયા, અશોક ધીરજ ગીણોયા, પ્રકાશનગરના રાજેશ કાળુ ઠુમ્મર, સંગ્રામ કાના બાંભવા, ખેતા ભીખા ભુંડીયા, ફુલવાડી ચોકના જીતેશ પ્રેમજી શીંગાળાને પકડી રોકડા ૧૯ હજાર કબ્જે કર્યા હતા તેમજ લાલપુર ઉગમણી સીમમાં તિનપતીનો જુગાર રમતા પટેલ શેરીના કિરણ કુરજી ભાલોડીયા, ખાયડીના અરજણ કારા ગોજીયા, ચાર થાંભલાના જયેશ રમણીક વિરપરીયા, સંજય ગાંગા અઘેરા, રાજેશ કરશન ભાલોડીયા, ભરત મગન રાબડીયાને રોકડા ૨૭૪૫૦ સાથે પકડી લીધા હતા. જયારે ચાર થાંભલા પાસે રહેતો હિરેન ઉર્ફે ધણીવિનોદ રાબડીયા નામનો શખ્સ નાશી ગયો હતો.
જોડીયાના બોડકામાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રમેશચંદ્ર ભીમજી ટાંક, હાલ બોડકા મુળ કાંદીવલી મુંબઇના ગોરધન સામજી શાપરીયા, બોડકાના શાંતીલાલ દામજી ટાંક, મોહનલાલ અમૃતલાલ ખોલીયા, ભરત કાંતીલાલ ધામેચા નામના શખ્સોને રોકડા ૧૩૪૪૦ સાથે દબોચી લીધા હતા.