ઓખા મંડળના મીઠાપુરમાં દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
૩૦ ચપલા, ૬૦૦ લીટર આથો કબ્જે લેતી પોલીસ
ઓખા મંડળના મીઠાપુર તાબેના પાડલી ગામની સીમમાં આવેલા એક ખરાબાની જગ્યામાં રહેલી બાવળની ઝાળીમાં લાલસિંગપુર ગામના રહીશ ભાવેશભા વાલાભા માણેક નામના ૨૪ વર્ષના શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલા વિદેશી દારૂના રૂ. ૩,૦૦૦ ની કિંમતના ૩૦ ચપલા તથા રૂ. ૧૫,૦૦૦ ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો ૬૦૦ લીટર આથો પોલીસે કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૩૦,૦૦૦ ની મોટરસાયકલ, રૂ. ૫,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૫૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, આરોપી ભાવેશભા માણેકની અટકાયત કરી હતી. દારૂના ચપલા તેણે લાલસિંગપુર ગામના રહીશ મેઘાભા નાગાજણભા કેર નામના શખ્સ પાસેથી મેળવ્યા હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.
આ અંગે પોલીસે આરોપી મેઘાભા નાગાજણભા કેરને હાલ ફરાર જાહેર કરી, આરોપી ભાવેશભા માણેકની અટકાયત કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.