BREAKING NEWS

બાટવાના હુસેનપરામાં ગટરની સફાઈ થતી નથી રોગચાળો ફાટી નીકળવાનો ભય

  • October 17, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાટવા નગરપાલિકાના સેનેટરી વિભાગના જવાબદારોની બેદરકારી જોવા મળી રહે છે.બાટવાનું સેનેટરી તંત્ર સરકારને પણ ઉંધા ચશ્મા પહેરાવી રહી હોય તે રીતે અમુક ચોક્કસ જગ્યાએ ફોટો પાડી અને સરકારની સ્વચ્છતા અભિયાન ની વેબસાઈટમાં મૂકી અને તે જગ્યાએ સફાઈ કરતા નથી આ જ રીતના અનેક તહેવારોની અંદર પણ રાત્રિના સફાઈ કરતા નથી અને ફોટો સેશનથી કામ હલાવી રહ્યા છે અને તંત્રને ઉલ્લુ બનાવી રહ્યા છે આપણા મોદી સાહેબના જન્મદિવસે પણ આ લોકોએ આ જ રીતના ફોટો સેશન કરી અને સ્વચ્છતા અભિયાનના લીલા ઉડાડ્યા હતાતહેવારોમાં પણ જોવા મળી રહી છે બાટવા રેલવે સ્ટેશન વિસ્તાર અને હુસેન પરા વિસ્તારો ની અંદર સફાઈ ના નામે જીરો જોવા મળી રહ્યું છે. હુસેન પરા વિસ્તારમાં ગટરોની નાલ્યો બધુ મારી રહી છે આ વિસ્તારોના લોકો કહી રહ્યા છે કે બપોરના તડકામાં એટલી ગંદી બધુઓની વાસ આવી રહી છે કે લોકોના મગજ ફાટી જાય તેવી દુર્ગન કારણે લોકો બીમારીનો ભોગ બને નહીં તે કાળજી પણ નવરાત્રીના તહેવારોમાં સતાધીશો રાખી રહ્યા નથી છેલ્લા લાંબા સમયથી આ ગટરોની નાલીઓ સાફ કરવામાં આવી જ નથી હાલ નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યા હોય બાળાઓને ગરબી રમવાની પ્રેક્ટિસ કરવા પણ. નીકળતી બાળાઓ. આરોગ્ય સાથે પણ કોઈ કાળજી લેવામાં નથી આવતી.     છેલ્લા એક વર્ષથી સ્વચ્છતા અભિયાનને નામે ફોટો પાડીને સરકારની વેબસાઈટમાં મૂકીને સરકારને પણ ઉલ્લુ બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અનેક ચોક્કસ વિસ્તારો ની અંદર ત્યાં સફાઈ નથી થતી ત્યાં ફક્ત ફોટા પાડી અને ત્યાં તો બબ્બે જગ્યાએ સફાઈ કામદારને ઊભા રાખીને ફોટા પાડી સરકારને સ્વચ્છતા અભિયાન ની વેબસાઈટમાં મૂકીને સરકારને પણ આ તંત્ર ઉલ્લુ બનાવી રહ્યું છે અમુક ચોક્કસ જગ્યાએ આ લોકોએ ફોટા પાડવાનો અને ત્યાં સફાઈ ન થતી હોવાની જાણકારી મળી રહી છે છતાં પણ ફક્ત આ લોકો અમુક ચોક્કસ જગ્યાએ ફોટા પાડી અને સરકારની સ્વચ્છતા અભિયાન ની વેબસાઈટમાં મુકતા હોય તેવી જાણકારી મળી રહે છે પરંતુ તે વિસ્તારમાં સફાઈ થતી નથી તેવું લોકો કહી રહ્યા છે. ઘણી વખત તહેવારોના દિવસોમાં પણ રાત્રે સફાઈ ના ફોટા પાડીને તંત્રને ઉંચા ચશ્મા પહેરાવી રહી હોય તેવું બાટવાનું વિભાગ પોતાની કામગીરી કરી રહ્યું છે તેવા લોકોમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આપણા લોકલાડીલા અને પનોતા પુત્ર વડાપ્રધાન એવા. મોદી સાહેબના જન્મદિવસે પણ આ લોકોએ ફક્ત ફોટો સેશન કર્યા ને તેમનો જન્મદિવસ ઉજવવાનો નાટક કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application