જામનગર પંથકમાં મહિલાઓ સહિત ૬૮ પત્તાપ્રેમીઓ પકડાયા
૧૨ સ્થળે દરોડામાં લાખનો મુદામાલ કબ્જે : સનસીટી, અયોઘ્યાનગર, આવાસ, રામનગર, રાવલવાસ, ભાગ્યોદય સોસાયટી, દિ.પ્લોટ-૪૯, કોડાબાવીસી, ધ્રાફા, કડબાલ, પાટણમાં પોલીસ પ્રગટી
જામનગર શહેર-જીલ્લામાં શ્રાવણીયા જુગારની જમાવટ જોવા મળ્યા બાદ મહિનાના અંતે અમાસ પર અલગ અલગ ૧૨ સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડયા હતા જેમાં મહિલાઓ સહિત ૬૮ પત્તાપ્રેમીઓ ઝપટે ચડયા હતા, રોકડ, મોબાઇલ સહિત લાખોનો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
જામનગરના અયોઘ્યાનગર શેરી નં. ૯માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા અયોઘ્યાનગરના અર્ચનાબેન હિતેશ ગોસ્વામી, કાજલબેન શૈલેષગીરી ગોસ્વામી, પુજાબેન દિપકગીરી ગોસ્વામી, ગોરીબેન પ્રવિણગર ગોસ્વામી, હંસાબેન લહેરગર ગોસ્વામી, મયુર એવન્યુ ખાતે રહેતા હર્ષાબેન મનોજ ગોસ્વામી, મંગળાબેન ચંદુપરી ગોસ્વામી, સરદારનગરના નયનાબેન ભીખુ રામાવત અને વર્ષાબેન વજેગર ગોસ્વામીની અટક કરી રોકડા ૧૨૦૭૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
બીજા દરોડામાં મોરકંડા રોડ સનસીટી-૧માં તિનપતીનો જુગાર રમતા પટેલ કોલોનીના રાજેશ વિક્રમ વિઠ્ઠલાણી, રણજીતનગરના નયનાબેન બાબુલાલ રાઠોડ, પટેલ પાર્કના સુનિતાબેન ભીખુ નાખવા, સનસીટીના સલમાબેન ઇસ્માઇલ ઘોઘા અને નાગરચકલાના ડીમ્પલબેન કપીલ ગઢીયાની અટક કરી રોકડા ૧૧૨૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
ત્રીજા દરોડામાં જામનગરના સરલાબેન ત્રિવેદી આવાસ એ-૨ વિંગના પાર્કિંગમાં તિનપતીનો જુગાર રમતા સુરતના હીનાબા બળવીરસિંહ ગોહિલ, ધરારનગરના ભારતીબેન ભિખુભા નાગશ, ગોકુલધામ સોસાયટીના મીનાબા ધીરુભા ચુડાસમા, સરલાબેન ત્રિવેદી આવાસમાં રહેતા નિલમબા નવુભા રાઠોડ, ધરારનગર આવાસના પાયલબા કનુભા ઝાલાની અટકાયત કરી રોકડ અને ગંજીપતા મળી ૧૮૬૨૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, જયારે શંકરટેકરી રામનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રામનગરના ઉમેદ દયાળજી ઝાલા, પીપરટોડાના પીઠા અમા રવશી, રામનગરના સતુભા પ્રવિણસિંહ ઝાલા, સંજય ધીરુ નંદા, ભવ્ય મનસુખ ધોકીયા અને ગોવિંદ ભીખા પરમારને રોકડા ૧૮૧૭૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
રાવલવાસ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા ઢીચડા રોડ બાલાજી પાર્કના સેજા જીવણ ચારણ, રાવલવાસના પુંજા લાખા ચારણ, વુલનમીલ રોડ પર રહેતા ઘનશ્યામસિંહ ધિરુભા જાડેજાને રોકડા ૧૦૧૭૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા. શિવનગર ભાગ્યોદય સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા અયોઘ્યાનગરના મુકેશપુરી ઉમેદપુરી ગોસ્વામી, શિવનગરના અરવિંદ મોહન વાઢેર, ગોકુલનગરના ધવલ સુભાષ ગોસાઇ, ભાવેશ રાજુ ડાભી, ભાગ્યોદય સોસાયટીના વિપુલ હેમત દાણીધારીયા, શિવનગરના હરદીપ સુભાષ ગોસાઇ અને રાહુલપરી ઉમેદપરી ગોસ્વામીને રોકડા ૭૦૨૦૦ તથા ૭ મોબાઇલ મળી ૧.૦૦.૭૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત જામનગરના દિ.પ્લોટ-૪૯ શેરીમાં તિનપતીનો જુગાર રમતા દિ.પ્લોટ-૪૯ મંદિર પાસે રહેતા દિલીપસિંહ ચંદુભા પઢીયાર, મહિપતસિંહ ચંદુભા પઢીયાર, દિપસિંહ જુવાનસિંહ રાઠોડ, કાનજી ખજુરીયા ખાનીયા, નયન મોહન ખાનીયા, હર્ષલ નવિન ભદ્રા, રમેશ વિઠ્ઠલ મંગે, મોહન મીઠુ ખાનીયા, કિરીટ બાબુ લખતરીયા, મનિષ નગીનદાસ ગોંડલીયાને રોકડા ૧૦૪૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડયા હતા, જયારે કોટડાબાવીસી ગામ કણસાગરા ફળીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા કોટડાબાવીસીના કેવીન ગોરધન કંટારીયા, પરાગ અરવિંદ નગરીયા, અજય મુકેશ પંચાસરા, બ્રિજેશ ચીમન દેલવાડીયા અને યોગેશકુમાર જગદીશ નગરીયાને રોકડા ૧૦૫૦૦ સાથે ઝડપી લીધા હતા.
અન્ય દરોડામાં ધ્રાફા ગામ ખુલ્લા પટમાં તિનપતીનો જુગાર રમતા ધ્રાફાના લખીબેન લાલજી પાટડીયા, કિરણબેન કિશોર સિતાપરા, અનિતાબેન સાગર કનેજા, ભાવનાબેન વલ્લભ પાટડીયા, સોનલબેન લાલજી પાટડીયા, સવિતાબેન ગોવા સિતાપરા, ચેતનાબેન શૈલેષ પાટડીયા અને કાજલબેન રાજુ સિતાપરાની અટક કરી રોકડા ૪૧૩૦ અને ગંજીફો કબ્જે લીધો હતો, તેમજ ધ્રાફામાં બીજા દરોડામાં તિનપતીનો જુગાર રમતા ગામમાં રહેતા જયાબેન હકા સિતાપરા, જયશ્રીબેન પ્રવિણ સિતાપરા, કાશ્મીરાબેન દિપક પાટડીયા, ગ્રિષ્માબેન દિપક પાટડીયા, જશુબેન હંસરાજ પાટડીયા, પુષ્પાબેન હંસરાજ પાટડીયા અને હેતલબેન વિજય રાઠોડની અટક કરી રોકડા ૩૨૬૦ જપ્ત કર્યા હતા.
વધુ એક દરોડામાં કડબાલ સીમ વિસ્તારમાં ઝાડ નીચે તિનપતીનો જુગાર રમતા કડબાલના પ્રવિણ રાજા વિંઝુડા, હસમુખ લખમણ બરાઇ, મેપા પબા ઘેડ, પરબત ધરણાંત ડાંગર અને દાના વજશી બરાઇ નામના ઇસમોને રોકડા ૧૦૨૫૦ સાથે દબોચી લીધા હતા. તેમજ પાટણ ગામે ડેરવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાટણના ધના કડવા ઉર્ફે કવા ધોયલ મનસુખ ઉર્ફે ભાયા હમીર કુડેચા, નવા સતાપરના વિપુલ કારા વાઘેલા, પાટણના મગન કડવા ધોયલની અટક કરી રોકડા ૧૫૪૬૦ અને ગંજીપતો કબ્જે કર્યો હતો.