BREAKING NEWS

મોરબી–રાજકોટ હાઈવે પર આખલા સાથે બાઈક અથડાતા ૬૮ વર્ષીય વૃદ્ધનું મોત

  • October 23, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના શકત શનાળા ગામે રહેતા અને સિકયુરીટી એજન્સીમાં નોકરી કરતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઈવે પરથી જતા હોય ત્યારે રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક અથડાતા વૃદ્ધને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના શકત શનાળા ગામના રહેવાસી જીતેન્દ્રભાઈ બાલુભાઈ મેરજાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી બાલુભાઈ ગોકળભાઈ મેરજા (ઉ.વ.૬૮) વાળા સિકયુરીટી એજન્સીમાં નોકરી કરતા હતા ગત તા. ૧૮ ના રોજ સવારના સવા સાતેક વાગ્યે નોકરી પર જવા પોતાનું બાઈક જીજે ૦૩ ડીપી ૨૦૨૩ લઈને નીકળ્યા હતા મોરબી રાજકોટ હાઈવે પર ટોયોટા શો મ સામે રોડ પર પહોંચતા રોડ પર આખલા સાથે બાઈક અથડાતા માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application