BREAKING NEWS

ખંભાળીયા: બેરાજા ગામે ચાલતા જુગારના અખાડા પર પોલીસના દરોડા

  • September 01, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: બેરાજા ગામે ચાલતા જુગારના અખાડા પર પોલીસના દરોડા

સાત પતાપ્રેમીઓ રૂ.૭૩ હજારથી વધુના મુદામાલ સાથે પકડાયા

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા પ્રોહીબીશન તથા જુગાર અંગેના ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ દેવભુમી દ્વારકા જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર અંગે સ્પેશ્યલ ડ્રાઇવ રાખી ગુન્હાઓના શોધી કાઢવા કડક સુચના કરેલ હોય. જે અનુંસંધાને ના.પો.અધિક્ષક મીત રૂદલાલએ માર્ગદર્શન તથા સુચના કરેલ હોય.

જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.સી.આર.રાણા દ્વારા બીટ/ઓપી ઇન્ચાર્જને તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહીબીશન તથા જુગાર અનુસંધાને ખંભાળીયા પો.સ્ટે. વિસ્તાર ગણના પાત્ર કેસો શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપેલ જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ ડી.એ.વાળા સાથે પો.સ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ કાનાભાઇ રાણાભાઇ લુણા તથા પો.કોન્સ અરજણભાઇ રાયદેભાઇ આંબલીયાનાઓને સંયુક્તમાં મળેલ હકિકત આધારે ખંભાળીયા બેરાજા ગામના રામશીભાઇ વજશીભાઇ ચાવડા ના રહેણાક મકાનની બાજુમા લાઇટના અંજવાડે જાહેરમાં જુગાર રમતા નીચે જણાવેલ નામવાળા કુલ-૦૭ આરોપીઓને ગંજી પતાના પાના કુલ નંગ-૫૨ તથા રોકડ રૂપીયા-૧૮,૪૫૦ તથા ચાર મો.સા જેની કિ.રૂ.-૫૫,૦૦૦/-આમ કુલ કિ.રૂ.૭૩,૪૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ રેઇડમાં જુગાર રમતા મયુર કાનાભાઇ ચાવડા ઉવ.૨૨ ધંધો-ખેતી રહે.બેરાજા ગામ વાડી વિસ્તાર તા-ખંભાળીયા,હમીર પરબતભાઇ ચાવડા ઉવ.૨૫ ધંધો-ખેતી રહે.બેરાજા ગામ વાડી વિસ્તાર તા-ખંભાળીયા,અમીત નારાણભાઇ ચાવડા ઉવ.૩૨ ધંધો-ખેતી રહે.બેરાજા ગામ વશી ફડિયુ તા-ખંભાળીયા,મીલન ધરણાતભાઇ ચાવડા ઉવ.૨૧ ધંધો-ખેતી રહે.બેરાજા ગામ વશી ફડિયુ તા-ખંભાળીયા,જીવા લખુભાઇ ભડવાડ ઉવ.૪૨ ધંધો-મજુરી રહે.હંજરાપર ગામ તા-ખંભાળીયા,પાલા કેશુરભાઇ ચાવડા ઉવ.૫૮ ધંધો-ખેતી રહે. દાત્રાણા ગામ વાડી વિસ્તાર તા- ખંભાળીયા,વિજય કારૂભાઇ ચાવડા ઉવ.૩૨ ધંધો-નોકરી રહે.બેરાજા ગામ વાડી વિસ્તાર તા-ખંભાળીયાની અટકાયત કરવામાં આવી છે.

દરોડા દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર સી.આર.રાણા,પો.સબ.ઇન્સ ડી.એ.વાળા,એ.એસ.આઇ.હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, એ. એસ. આઇ. હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા, એ.એસ.આઇ.વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા, પો.હેડ.કોન્સ.કાનાભાઇ રાણાભાઇ લુણા,પો.હેડ.કોન્સ.જેઠાભાઇ સોમાભાઇ પરમાર, પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી, પો.કોન્સ.ભુપેન્દ્રસિંહ મનહરસિંહ જાડેજા, પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application