જામનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખ્સો ગીરફતાર
૧.૫૨ લાખનો મુદામાલ કબ્જે લેતી એલસીબી: અપીયા ગામમાં ચાર પત્તાપ્રેમી પકડાયા
જામનગરના વામ્બે આવાસ બ્લોક નં. ૨ પાસે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા સાત શખ્સોને રોકડ, બાઇક અને મોબાઇલ મળી દોઢ લાખના મુદામાલ સાથે એલસીબીએ દબોચી લીધા હતા, જયારે લાલપુરના અપીયા ગામના પાદરમાં તિનપતીનો જુગાર રમતા ચાર ઝપટમાં આવ્યા હતા.
શહેરના વામ્બે આવાસ વિસ્તારમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળુ વાળીને ઘોડીપાસા વડે જુગાર રમે છે જે બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને જુગાર રમતા વામ્બે આવાસ બ્લોક નં. ૨, રૂમ નં. ૧૪માં રહેતા અસલમ અબ્બાસ બાબવાણી, વિભાપર રોડ પર રહેતા નવસાદ વલીમામદ સુધાગુનીયા, ધરારનગરના જાવેદ જુનુસ સુભણીયા, વામ્બે આવાસ બ્લોક ૫માં રહેતા શામળા કારા સઠીયા, વામ્બે આવાસ બ્લોક ૬માં રહેતા ફીરોજ કાદર શોહરવર્દી, ધરારનગર આવાસના કાદર અબ્બાસ બાબવાણી અને કનસુમરા ટાંકા પાસે રહેતા રહીમ જુસબ બાબવાણી નામના શખ્સોને પકડી લીધા હતા.
દરોડા દરમ્યાન ૧૭૮૫૦ની રોકડ, બે મોટરસાયકલ અને ૭ મોબાઇલ મળી કુલ ૧.૫૨૮૫૦નો મુદામાલ એલસીબીની ટુકડીએ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં લાલપુરના અપીયા ગામના પાદરમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગામમાં રહેતા લખમણ ભીમશી નંદાણીયા, પરબત પબા રાઠોડ, રણમલ અજા જોગલ અને બબરજર ગામના જેઠા હમીર લાખોત્રાને અટક કરી ૧૪૦૮૦ની રોકડ, બે મોટરસાયકલ અને ૬ મોબાઇલ મળી કુલ ૮૪૦૮૦નો પુદામાલ લાલપુર પોલીસે જપ્ત કર્યો હતો.