જામનગર : લાલપુર બાયપાસ પાસે એક પછી એક ૭ વાહનો અથડાયા: કલાકો સુધી ટ્રાફિક થયો જામ
જામનગર : લાલપુર બાયપાસ પાસે એક પછી એક ૭ વાહનો અથડાયા: કલાકો સુધી ટ્રાફિક થયો જામ
January 16, 2026 01:16 PM
જામનગરના લાલપુર બાયપાસ મોરકંડા પાટીયા રોડ પર ગઇકાલે સાંજે એક રીક્ષા છકડા પાછળ અમદાવાદ પાસીંગની કાર આવીને ટકરાઈ ગઈ હતી, અને રીક્ષા છકડો રોડની સાઈડ પરથી ડિવાઇડર પર ચડી ગયો હતો, તેની સાથે સાથે કાર પણ ડિવાઈડર પર ચડી ગઈ હતી.
દરમિયાન પાછળથી આવી રહેલો એક મીની ટેમ્પો, ટ્રક, છોટા હાથી અને કાર સહિત કુલ સાત વાહનો એક પછી એક ટકરાઈ ગયા હતા, અને તમામ વાહનોમાં નુકસાની થઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલી બે વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, જયારે બાકીના અન્ય વાહનોમાં કોઈને ઇજા થઈ હોવાના અહેવાલો મળ્યા નથી.
આ બનાવની જાણ થવાથી જામનગરની ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને થોડો સમય માટે જામ થઈ ગયેલા ટ્રાફિકને મુક્ત કરાવ્યો હતો.