રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં શિયાળાના પ્રારંભે થતી નવા શાકભાજીની મબલખ આવકો આ વર્ષે જોવા મળી નથી. માવઠાને કારણે શાકભાજીનો લગભગ ૭૦ ટકા પાક નિષ્ફળ જતા હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક અડધી થઇ ગઇ છે અને ભાવ બમણાં થઇ ગયા છે.
રાજકોટ યાર્ડના ઇન્સ્પેક્ટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે માવઠાને કારણે પાક નિષ્ફળ જવા ઉપરાંત જે પાક વધ્યો તેની ગુણવત્તા નબળી હોવાને કારણે ગુણવત્તાયુક્ત માલ ખુબ ઓછો આવતો હોય શાકભાજીના ભાવ આ વર્ષે ઝડપભેર વધવા લાગ્યા છે. સ્થાનિક આવકો તો ઘટી જ છે સાથે અન્ય રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો હોય આંતર રાજ્ય આવકો ઘટી ગઇ છે. સામાન્ય રીતે શિયાળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી શાકભાજીની અન્ય રાજ્યોમાં નિકાસ થતી હોય છે પરંતુ આ વર્ષે માવઠાને કારણે આયાત વધી છે.
જ્યારે રાજકોટ યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, વરસાદને પગલે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ટમેટાનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા નાસિકથી થતી આવક ઉપર મુખ્ય આધાર રહે છે. જ્યારે મધ્યપ્રદેશમાં વરસાદને કારણે વટાણાનો પાક નિષ્ફળ જતા ભાવ સતત વધી રહ્યા છે. મરચાની આવક પણ હાલ ઉત્તર પ્રદેશ તરફથી થઇ રહી છે.રાજકોટ યાર્ડમાં જે રાજ્યોમાંથી શાકભાજીની આવક થાય છે તે રાજ્યોમાં પણ માવઠાને કારણે પાકમાં બગાડ આવ્યો છે. આવા કારણોસર આવકો ઘટી છે અને ભાવ વધવા લાગ્યા છે.
રાજકોટ યાર્ડના આજના ભાવ
શાકભાજી---કિલોના રૂ.
રીંગણા ૫૦થી ૮૦
કોબીજ ૧૫થી ૨૦
ફ્લાવર ૧૫થી ૨૦
ગુવાર ૮૦થી ૧૨૦
કાકડી ૬૦થી ૭૦
દૂધી ૩૦થી ૩૬
ગલકા ૩૫થી ૪૦
વાલ ૭૦થી ૮૦
કાકડી ખીરા ૨૫થી ૩૦
કાકડી ચાઇના ૩૦થી ૩૫
વાલોર ૭૦થી ૮૦
ઘીસોડા ૬૦થી ૭૦
કારેલા ૪૦થી ૫૦
ટમેટા ૩૦થી ૫૦
મરચા ૬૦થી ૮૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application