જામનગર શહેર-જીલ્લામાં ૭૨ પત્તાપ્રેમી પકડાયા : ચાર ફરાર
નાની લાખાણી, બેડ, પડાણા, મેલાણ, બબરજર, કરાણા, બાલવા ફાટક, ધ્રોલ, મોટાભાડુકીયા, જામજોધપુર, બજરંગપુર, જાખર સીમમાં પોલીસના દરોડા
જામનગર શહેર, જીલ્લામાં જુદા જુદા ૧૩ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડીને ૭૨ શખ્સોને રોકડ અને સાહિત્ય સાથે પકડી લીધા હતા, ચાર શખ્સ નાશી ગયા હતા, નાની લાખાણી, બેડ, પડાણા, મેલાણ, બબરજર, કરાણા, બાલવા ફાટક, મોટાભાડુકીયા, જામજોધપુર, બજરંગપુર, જાખર સીમ વિસ્તારમાં પોલીસ ત્રાટકી હતી.
જામનગરના નાની લાખાણી ગામની સીમમાં તિનપતીનો જુગાર રમતા નાની લાખણીના મનદીપસિંહ પ્રદ્યુસિંહ જાડેજા, યુવરાજસિંહ ઉર્ફે અનિરુઘ્ધસિંહ વશરુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, લખતરના હાલ ભુજ રહેતા હર્ષદીપસિંહ સિઘ્ધરાજસિંહ ઝાલાને રોકડા ૧૦૧૫૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા, જયારે જયપાલસિંહ હાકુભા જાડેજા, જયપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઉર્ફે મુન્ના નટુભા જાડેજા અને હનુભા ઘનશ્યામસિંહ જાડેજા નાશી ગયા હતા.
બીજા દરોડામાં બેડ રસુલનગર રોડ પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા બેડના ધર્મેન્દ્રસિંહ સુરુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા, રામદેવસિંહ હરુભા સોઢા, લાલજી દિપક વાઘેલા, મનિષ દિપક વાઘેલા, જયેશગર પ્રભાતગર ગોસ્વામી, કાવ્યગર જયંતીગર ગોસ્વામી, લાલજી અરવિંદ સોનગરાને રોકડા ૧૩૦૬૦ સાથે દબોચી લીધા હતા.
ત્રીજા દરોડામાં ન્યુ પડાણા રેસીડેન્સી પાસે ગંજીપતા વડે જુગાર રમતા પડાણાના દિલીપ ખેતા મકવાણા, મહેશ નથુ મકવાણા, વનરાજ દેવા મકવાણા, કિશોરપુરી પ્રેમપુરી ગોસ્વામી, રાણા ભીખા વાઘેલા, હરેશ દાના કટારીયા, રવિરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ, દેશરાજ સુરેન્દ્રસિંઘ શિખને રોકડા ૧૦૭૦૦ સાથે પકડી લીધા હતા. મેલાણ ગામમાાં જુગાર રમતા ગામના પ્રફુલ ઉર્ફે મેજુ બાબુ હુણ, સંજય ઉર્ફે લાલો રૂડા હુણ, ખીમા જોધા છેલાણા, ભરત ભીમા હુણ, લાખા કારા હુણને રોકડા ૧૦૦૫૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં કાલાવડના મોટા ભાડુકીયાથી ભગત ખીજડીયા રોડ પર તિનપતીનો જુગાર રમતા રાજડા ગામના જગદીશ શાંતીલાલ કટારીયા, ખડધોરાજીના અશ્ર્વીન લાલજી દાફડા, મોટા ભાડુકીયાના ઘનશ્યામ કાનજી સોમૈયા, ચાપરા ગામના ગૌતમ રમેશ બાબરીયા, દિલીપ પ્રુમજી બાબરીયા, ખોડીયારપરાના હાર્દિક વિનોદ ખખડ, કુંભનાથપરાના મહેશ મનજી કપુરીયા અને જીતેશ ભાયા માટીયાને રોકડા ૩૩૨૦૦ સાથે દબોચી લીધા હતા.બાલવા ફાટક પાસે શિવમ સોસાયટીના ખુણા પર તિનપતીનો જુગાર રમતા નવઘણ પેથા આસાણી, દલસુખ જેસા સંધીયા, ખેરાજ ગીગા મુન, શામળા કાયા સંધીયા, આંબરડીના ખોડીદાસ રામા મકવાણા, જામજોધપુરના માલદેવ કાળુ ભાન, શિવમ સોસાયટીના જેસા ડાડા સંધીયા, મોમૈયા જીવા આસાણીને રોકડા ૧૦૭૪૦ સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત જામજોધપુરના ભીતવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઉપલેટાના વડેખણ ગામના જીતેન્દ્ર અમરા વિંજુડા, સુનિલ બટુક બગડા, પ્રાસલાના દેવશી સુકા ઓડેદરા, રાજુ પરબત ગોરાણીયા, કુતીયાણાના મુળુ પોલા ઓડેદરા, પરડવાના અરશી રણમલ સીસોદીયાને રોકડા ૨૨૫૦૦ સાથે ઝડપી લીધા હતા. મીઠા વેઢા ગામ બજરંગપુર ઉંડ નદીના કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા બજરંગપુરના ડાયા જીવા ચિરોડીયા, મનસુખ ધનજી ચાંગાણી, નરેશ ભીખા સદાદીયા, નંદપુરના નિલેશ પ્રેમજી ચાંગાણી, જયેશ ગોકળ ધાડીયાને રોકડા ૩૧૨૦૦ સાથે દબોચી લેવાયા હતા.
આ ઉપરાંત લાલપુરના બબરજર કોટડા સીમમાં ગંજીપતા વડે જુગાર રમતા દરબાર શેરીના નરેશ ભીમજી ચાવડા, મોદી શેરીના પ્રદિપ ધરમશી રૂપારેલ, ખાયડીના નથુ માલદે ગાગીયા, બબરજરના પોપટ રામા ગાગીયાને રોકડા ૧૧૪૫૦ સાથે પકડી લીધા હતા. બીજા દરોડામાં કોટડા સીમમાં પાના ટીંચતા બબરજરના રાજેશ હરજી ત્રિવેદી, દયાળજી ગોપાલ પાઠક, પરસોતમ ગોકળ પાઠક, ભીખા મેરગ લાખોતરાને રોકડા ૧૦૦૧૦ સાથે પકડી લીધા હતા તેમજ લાલપુર પોલીસ દ્વારા ત્રીજા દરોડામાં કરાણા નિશાળની પાછળ જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ ૧૨૪૨૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા. જયારે જાખર જુની સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા અર્જુનસિંહ ભરતસિંહ જાડેજા એન દિવ્યરાજસિંહ સંજયસિંહ જાડેજાને રોકડા ૧૧ હજાર સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત ધ્રોલ રઝવી સોસાયટી પાછળ ઝાડીમાં જુગાર રમતા અફઝલ ગફાર કટારીયા, જાવીદ અબ્બાસ સુમારી, વસંત રામેશ્ર્વર પંડયાને રોકડા ૧૦૧૦૦ સાથે દબોચી લીધા હતા.