BREAKING NEWS

ડોશી આ ઘરનું પગથિયું ચડ્યું તો મારી નાખીશ.. કહી 72 વર્ષીય સાસુને વહુએ હાથમાં બટકુ ભરી માર માર્યો

  • August 26, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલા સહિતના પોલીસ સ્ટેશનમાં પરિણીતાઓ દ્વારા સાસુ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવતી હોવાનું અનેક વાર જોવા મળ્યું છે પરંતુ આજીડેમ પોલીસ સ્ટેશનમાં 72 વર્ષીય સાસુએ પુત્રવધુ સામે મારમારી હાથમાં બટકું ભરી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.


મહીકા ગામે રાધિકા રેસીડેન્સી શેરી નં-1મા પુત્ર સાથે રહેતા નીલમબેન સુરેશભાઈ કાચા (ઉ.વ.72)ના રાત્રીના મોટા દીકરા અલ્પેશભાઈના ઘરેથી આવ્યા ત્યારે નાના પુત્ર કમલેશની રિસામણે રહેલી પત્ની કાજલ ઘરે હતી અને પતિને કહેવા લાગી હતી કે, તારા માં બાપને સાથે રાખીશ નહીં અને મારે પણ તેની સાથે રહેવું નથી, તેને કહી દેજે અહીંથી ચાલ્યા જાય, આ બાબતે પતિ કમલેશભાઈ અને સાસુ નીલમબેન સમજાવવા જતા પુત્રવધુ કાજલ ઉશ્કેરાઈ હતી અને ગાળો આપી સાસુ સાથે મારામારી કરી હાથમાં બટકું ભરી લીધું હતું. અને ડોશી તારે ઘરનું પગથિયું ચડવું નહીં નહીંતર પતાવી દઈશ તેમ ધમકી આપી પતિ કમલેશભાઈ સાથે પણ મારામારી કરવા લાગી હતી. ત્યાર બાદ કહેવા લાગી હતી કે, હું હમણાં બેભાન થઈને હોસ્પિટલમાં દાખલ થઇ જાઉં છું, બધાનું નામ લખાવી તમને જીવવા જેવા નહીં રહેવા દઉં કહી 108માં ફોન કરી દીધો હતો અને 108 આવતા પોતે તેમાં બેસી ગઇ હતી. પુત્રએ વૃધ્ધાને પણ બેસાડી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે વૃધ્ધાની ફરિયાદ પરથી પુત્રવધુ કાજલ કમલેશભાઈ કાચા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application