રાજય સરકાર દ્વારા રવિવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ થયું છે જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ખરીદી કેન્દ્રમાં ખુબ સુચારુ અને સુંદર વ્યવસ્થાઓ ખેડુતો માટે ઉભી કરવામાં આવી છે જેના કારણે ખેડુતોને તેમના પાકના વેંચાણમાં કોઇ પણ પ્રકારની અગવડ પડતી નથી સોમવારે હાપા યાર્ડમાં ૧૪૦ ખેડુતોની ૭૪૧૩ મગફળીનું વેંચાણ ટેકાના ભાવે થયેલ હતું સોમવારે ઉઘડતી બજારે કુલ ૩૬૯૮૮ મણ જણસની આવક નોંધાઇ હતી.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૨૩૫ થી ૪૮૫, ઘઉં ૪૭૦ થી ૫૬૦, મગ ૧૧૦૦ થી ૧૩૬૦, અળદ ૧૦૦૦ થી ૧૩૨૫, તુવેર ૯૦૦ થી ૧૩૧૫, ચોળી ૧૦૦૦ થી ૧૪૬૦, વાલ ૪૦૦થી ૫૧૦, ચણા ૯૦૦ થી ૧૧૨૬, ચણા સફેદ ૧૦૮૫ થી ૧૫૦૦, મગફળી જીણી ૯૨૦ થી ૧૧૪૦, મગફળી જાડી ૮૧૦ થી ૧૦૨૦, મગફળી ૬૬ નં. ૯૦૦ થી ૧૩૫૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૮૦૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૪૧, તલી ૧૧૦૦ થી ૨૩૭૫, તલ કાળા ૩૫૦૦ થી ૪૫૦૦, રાયડો ૧૨૦૦ થી ૧૨૨૫, રાય ૧૨૧૫થી ૧૬૫૫, લસણ ૪૭૫ થી ૧૨૫૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૮૦, જીરૂ ૨૦૦૦ થી ૩૭૪૦, અજમો ૧૨૭૦ થી ૩૨૧૫, અજમાની ભૂસી ૩૦ થી ૧૪૭૫, મરચાં ૪૦૦ થી ૩૦૮૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૩૦, સોયાબીન ૭૦૦ થી ૮૯૫, રાજમાં ૮૦૦ થી ૧૦૭૦ સુધીના ભાવ બોલાયા હતા સોમવારે કુલ જણસ ૩૬૯૨૮ મણ ગુણી ૧૪૩૯૪ જે ૮૯૩ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે કાળા તલ બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે તલી અજમો નંબર રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.