BREAKING NEWS

જામનગરની ૭૬ વિદ્યાર્થીનીઓએ સાપુતારા ખાતે ફીટ ઇન્ડીયા એડવેન્ચર ચેલેન્જ પાર કરી

  • February 03, 2026 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા ભારત સરકારના ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાપુતારા હિલ સ્ટેશન ખાતે ૪ રાત્રિ અને ૩ દિવસના નેચર એડવેન્ચર એન્ડ કલ્ચરલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



આ કેમ્પમાં જામનગરની નંદ વિદ્યા નિકેતન સ્કૂલના ૭૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સાહસ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મેળવ્યો હતો.ચાણક્યના સૂત્ર શિક્ષક વહ હૈ, જિસકી ગોદ મેં પ્રલય ઔર નિર્માણ દોનોં પલતે હૈં ને સાર્થક કરતા શાળાના આચાર્ય રાધેશ્યામ પાંડેએ વર્તમાન સમયમાં જ્યારે વાલીઓ બાળકોને એકલા મોકલતા અચકાતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓના ઉજ્વળ અને નિરોગી ભવિષ્ય માટે આ સાહસિક નિર્ણય લઈ નવાનગર નેચર ક્લબ પર વિશ્વાસ મૂક્યો હતો.આ કેમ્પ સરકારી ગાઈડલાઇન મુજબ યોજાયેલા યોજાયો હતો.



આ કેમ્પમાં મુખ્ય ઇન્સ્ટ્રક્ટર તરીકે ગુજરાત વાઇલ્ડ લાઈફ બોર્ડના સભ્ય અને માઉન્ટ્રીંગ કોચ  ચંદ્રવિજયસિંહ રાણા તથા ડો. કલ્પનાબેન પટેલ, નરેશ ભોંયે અને  શિવરામ દ્વારા બાળકોને ટ્રેકિંગ, સુરક્ષા અને શિસ્તના પાઠ ભણાવવામાં આવ્યા હતા.કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પહાડોમાં ટ્રેકિંગ, રોપવે સવારી, બોટિંગ અને પેન્ટિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. સાથે જ સન-રાઇઝ અને સન-સેટ પોઈન્ટ પરથી પ્રકૃતિના અદભૂત નજારા નિહાળ્યા હતા.

​​​​​​​

વિદ્યાર્થીઓએ આસપાસના ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લઈ પ્રાદેશિક ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જવાબદાર નાગરિકત્વના ગુણો ખીલવવાનો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનો આદર, પર્યાવરણનું જતન અને સ્વચ્છતા બાબતે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે સ્કૂલ કોઓર્ડિનેટર અંબિકા મેનન, એડમિન શૈલી સિંઘ તથા શિક્ષકોમાં  કરણ મકવાણા,  અભિષેક ગોહિલ,  દિલીપસિંહ બારડ, જયદીપસિંહ જાડેજા, શ્રેયા મેહતા અને વૈશાલી રાઠોડનો સહયોગ રહ્યો હતો. સમગ્ર કેમ્પનું સંચાલન નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application