ઓટીપી કે લિંક વગર યુવાન–વૃધ્ધના એકાઉન્ટમાંથી ૩.૭૮ લાખ ઉપડી ગયા
ઓટીપી કે લિંક વગર યુવાન–વૃધ્ધના એકાઉન્ટમાંથી ૩.૭૮ લાખ ઉપડી ગયા
September 19, 2026 02:19 PM
રાજકોટ ઓટીપી આપ્યા વગર કે લીંક ઓપન કર્યા વગર પણ હવે સાયબર ફ્રોડ થવા લાગ્યા છે. આવી જ બે ઘટના રાજકોટ જિલ્લામાં બનવા પામી છે. ઉપલેટાના વૃધ્ધનો ફોન હેક કરી .૨.૮૯ લાખ ટ્રાન્સફર કરી લીધાં હતા. યારે શાપરના સિકયુરિટી ગાર્ડનો પુત્ર ગેમ રમતો હતો ત્યારે અજાણતા ફાઇલ ડાઉનલોડ થઈ અને ૮૯ હજાર ઉપડી ગયાં હતાં. ઉપલેટામાં સર્વેાદય સોસાયટી, નવા લેઉવા પટેલ સમાજ પાસે રહેતાં રાજેશભાઈ ભીખાભાઈ કળસારા (ઉ.વ.૬૦) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઉપલેટા સમર્પણ હોસ્પીટલ પાસે શીવ ગ્લાસ નામની દુકાનમાં નોકરી કરે છે. ગઇ તા.૧૪ ના બપોરના સમયે પત્ની નિર્મળાબેન સાથે બન્ને ઘરકામથી ઉપલેટાથી રાજકોટ જવા નીકળેલ ત્યારે મોબાઇલ નંબર પર એક મેસેજ આવ્યો હતો જેમાં તેમના એસબીઆઈ બેંકના એકાઉન્ટ નંબરમાંથી .૪૭ હજાર ટ્રાન્સફર થયા અંગેનો મેસેજ હતો. તેઓએ કોઇને પીયા ટ્રાન્સફર કર્યા ન હોય જેથી શંકા જતાં આ વાત દીકરા સાગરને કરી હતી દરમિયાન ઓનલાઇન એકાઉન્ટ ચેક કરતા બીજા . ૪૮ હજાર ખાતામાંથી ટ્રાન્સફર થઇ ગયા હતાં.જેથી તેઓની સાથે સાયબર ફ્રોડ થયેલનું જણાતા દીકરા સાગરને આ વાત કરતા તેણે બ એસબીઆઈ બ્રાન્ચ ખાતે જઇ એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધેલ અને બાદમાં એકાઉન્ટનું સ્ટેટસ ચેક કરાવતા આ રીતે અલગ અલગ ટ્રાન્જેકશનથી તેઓની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી તા.૧૦ થી તા. ૧૪ દરમિયાન કુલ .૨.૮૯ લાખ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયેલ હતા. ફરીયાદીને આ મોબાઇલ ફોનમાં કોઇ લીંક કે મેસેજ પણ આવ્યો ન હતો છતા રકમ ટ્રાન્સફર થઇ ગઇ હતી. બીજા બનાવમાં શાપરના વેરાવળમાં નિકુ ફોર્જીંગમાં રહેતાં મૂળ નેપાળના વતની ક્રિષ્નાબહાદુર વિર્જિત ખડકા (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.૧૫ ના તેમનો ૧૨ વર્ષનો પુત્ર મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન ઓટોમેટિક એક ફાઇલ ડાઉનલોડ થવા લાગી હતી અને બાદમાં અચાનક જ ફોન બધં થઈ ગયો હતો. જે થોડી વાર બાદ અચાનક જ ફોન શ થયો અને એક બાદ એક મેસેજ આવવા લાગ્યા હતાં. જે મેસેજમાં ત્રણ અલગ અલગ તેઓના બેંક ખાતામાંથી ટ્રાન્જેકશન થયેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં .૨૬ હજાર, ૫૦ હજાર અને ૧૩ હજાર મળી કુલ .૮૯ હજાર ઉપડી ગયાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.બી.રાણા અને ટીમે તપાસ હાથ ધરી છે.