પોરબંદરની ગોઢાણિયા કોલેજના બી.કોમ કો-એજ્યુકેશન વિભાગ દ્વારા ૭૮ માં સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી હતી.
ભારત દેશ અને દેશના નાગરિકોના ગર્વસમા ઉત્સવ સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રભરમાં વિવિધ પ્રકારે ઉજવણીઓ થઈ રહી છે.ત્યારે ગોઢાણીયા કોલેજમાં બપોરના સમયે ચાલતા બી.કોમ કો-એજ્યુકેશન વિભાગમાં પણ ૧૫ મી ઓગસ્ટની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી.ભારત આઝાદીના ૭૮ માં વર્ષમાં પ્રવેશ કરી ચુક્યો છે,ત્યારે ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી દેશની સ્વતંત્રતા માટે થયેલા સંઘર્ષ અને શહાદતને યાદ કરી વિવિધ પ્રકારે ઉજવણીઓ કરવામાં આવેલ હતી.જેમાં આઝાદીના વીરો અને શહીદો, ખમીરવંતા ક્રાંતિકારીઓ, રાષ્ટ્રીય પ્રતીકો, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય સ્મારકો જેવા વિષયો પર ચિત્રસ્પર્ધા, ટ્રાય કલર ફુડ ડેકોરેશન સ્પર્ધા, તિરંગા ફોટોગ્રાફી સ્પર્ધા,સિંગિંગ સ્પર્ધા તથા શાયરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ચિત્રસ્પર્ધામાં સાહિલ જાંગરીયા પ્રથમ, આયુષ લગારિયા દ્વિતીય તથા નકુલ કવૈયા તૃતીય સ્થાન મેળવેલા હતા.તિરંગા ફોટોગ્રાફીમાં કરણ ઓડેદરા તથા આર્યન ધોકિયા પ્રથમ અને પરમાર સાગર દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.શાયરી સ્પર્ધામાં સાદીયા હસમિત પ્રથમ તથા હમીર છેલાણા બીજું સ્થાન મેળવેલ હતું.તદઉપરાંત ફુડ ડેકોરેશન સ્પર્ધામાં જય ઓડેદરા અને આર્યન ધોકિયા ગ્રુપે રાષ્ટ્રીય પક્ષી મોર તેમજ કિશન શિયાળ અને ખુશ લોઢારી ગ્રુપે ભારતનું માન ચિત્ર રજુ કરી પ્રથમ નંબર મેળવેલ હતો.દેશના વીર જવાનોને યાદ કરતું કરાઓકે ગીત રજુ કરી યુગ મોઢા, લખમણ ઓડેદરા, શેહઝાન મલેકે પ્રથમ નંબર મેળવેલ હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી યુગ મોઢા અને આકાશ ત્રવાડી દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમજ વિભાગના ડાયરેક્ટર ડો.પ્રણાલીબેન જોશી તથા પ્રાધ્યાપકો પ્રો. કીર્તન દત્તા,પ્રો. હેતલ બામણીયા,પ્રો. સંગીતા કોડીયાતર,પ્રો. જયદીપ ચાંદલાણી તથા પ્રો.પ્રિયંકા મોદી દ્વારા તમામ સ્પર્ધાઓનું જજમેન્ટ કરવામાં આવ્યુ હતુ.અંતે પ્રો.કીર્તન દત્તાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી, વિધિવત રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવેલ હતી.બી.કોમ કો-એજ્યુકેશન વિભાગ દ્વારા થયેલ આઝાદીની ઉજવણી બદલ સંસ્થાના પ્રમુખ ડો.વિરમભાઈ ગોઢાણીયા,મેનેજીંગ ટ્રસ્ટી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા,સંસ્થાના ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, એકેડમીક ટ્રસ્ટી હિનાબેન ઓડેદરા, કોલેજના પ્રિન્સિપાલ કેતન શાહ, બી.કોમ કો-એજ્યુકેશનના ડાયરેક્ટર ડો.પ્રણાલીબેન જોશી તથા તમામ સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech