દ્વારકા: ભાણવડ ટાઉનમાં જુગાર રમતી પાંચ મહિલાઓ સહિત આઠની અટકાયત
૩૦હજાર રોકડ સહિત પપ,૮૦૦ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી એલસીબી
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્યા.પોલીસ ઇન્સ. એન.એચ જોષી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ બી.એમ.દેવમુરારી તથા એમ.આર.સવસેટા તથા એસ.વી.કાબરીયા નાઓ એલ.સી.બી. સ્ટાફના ટીમના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ હતી.
તે દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઇ બેરા તથા પો કોન્સ મનહરસિંહ જાડેજા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે મળેલ બાતમી હકીકતના આધારે ભાણવડ ટાઉનમા મંત્રી સોસાયટીમા આવેલ ચોકમા જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક સ્ત્રીઓ તથા પુરૂષો સાથે મળી ગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા વડે તીનપત્તી રોન રમતા અને પૈસાની હારજીત કરતા હોવાની હકીકતના આધારે રેઇડ કરતા કુલ આઠ ઇસમો પકડાઇ ગયેલ હોય જે રેઇડ દરમ્યાન કુલ રોકડ રકમ રૂ.૩૦,૩૦૦/- તથા એક મો.સા કી.રૂ.૨૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કી.રૂ. ૫૫૦૦/- એમ મળી કુલ કી.રૂ. ૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરી પો.હેડ કોન્સ શક્તિસિંહ ઝાલા નાઓએ ફરીયાદ રજી.કરાવેલ છે.
રેઇડ દરમ્યાન પ્રવીણભાઇ નારણભાઇ ભીંભા જાતે આહીર ઉવ.૩૭ રહે.મેવાસા ગામ તા.ભાણવડ, ભરતભાઇ શામજીભાઇ જગતીયા જાતે વાંણદ ઉવ.૪૭ રહે.હર સીધ્ધી નગર ભાણવડ, જીગરભાઇ દેવાભાઇ વસરા જાતે આહીર ઉવ.૧૯ રહે. પારસ નગર ભાણવડ તા.ભાણવડ, મનીશાબેન ઉર્ફે મોતીબેન વા/ઓફ. સામતભાઈ અરશીભાઇ કાંબરીયા ઉવ.૪૩ રહે.ભાણવડ, રીધ્ધીબેન વા/ઓફ રમેશભાઇ કેશુભાઇ સાદીયા ઉ.વ. ૨૫ રહે.ભોજીયા કુવા પાસે ભાણવડ, મધુબેન વા/ઓફ દેવાભાઇ વરવાભાઇ વસરા ઉ.વ. ૪૨ રહે.પારશ નગર ભાણવડ, શોભનાબેન વા/ઓફ પ્રવીણભાઇ જોષી ઉ.વ. ૪૪ રહે. હરસિધ્ધી નગર ભાણવડ, માલીબેન વા/ઓફ દેવશીભાઇ અરભમભાઇ કેશવાલા ઉ.વ.૭૦ રહે.ભાણવડની અટકાયત કરવામાં આવી છે.
આ કાર્યવાહી ઇન્યા.પોલીસ ઇન્સ. એન.એચ.જોષીની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી , તથા એમ.આર.સવસેટા તથા એસ.વી.કાબરીયા , તથા એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઇ બેરા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા તથા વુ.પો.કોન્સ. વિજીયાબેન ગોજીયા નાઓ જોડાયા હતા.