BREAKING NEWS

જામનગરની સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ઉત્સાહભેર મતદાન, 80 વર્ષના વૃધ્ધાએ મતદાન કરવા અપીલ કરી

  • April 26, 2026 10:22 AM 

જામનગરની સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ઉત્સાહભેર મતદાન, 80 વર્ષના વૃધ્ધાએ મતદાન કરવા અપીલ કરી


”પહેલા મતદાન પછી અન્ય કામ”

સિક્કા નગરપાલિકા વિસ્તારમાં લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે મતદાન

૮૦ વર્ષના વૃદ્ધ મહિલાએ લોકોને મતદાન કરવા અપીલ કરી

જામનગર જિલ્લામાં આવેલ સિક્કા નગરપાલિકામાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. સિક્કા માધ્યમિક શાળા મતદાન મથક ખાતે સવારથી જ યુવાઓ - વૃદ્ધો મત આપવા પહોચ્યા છે. સિક્કા નગરપાલિકા વિસ્તારની ચૂંટણી માટે વોર્ડ નં.૧થી ૭ માં કુલ ૮૦ ઉમેદવારો નોંધાયા છે. મતદારોની સંખ્યા ૧૯,૪૦૯ છે. અહીં મતદાન કરવા આવેલા ૮૦ વર્ષના મુક્તાબેન જણાવે છે કે, હું વહેલી સવારે જ મતદાન કરવા આવી છું. અને તમામ લોકો ખાસકરીને મારી ઉંમરના લોકોને મત આપવા જવા માટે અપીલ કરું છું...





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News