BREAKING NEWS

કોલ્ડ રૂમ અને ફ્રીઝમાં જીવાત અને ગંદકી મળી, રાજકોટમાં સ્વિન્સ્ટા સ્ટોરમાંથી શાકભાજી, દૂધ, ઈંડાનો 800 કિલો વાસી જથ્થો મળ્યો

  • July 28, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે કસ્તુરબા માર્ગ ઉપર આવેલા સ્વિન્સ્ટા ઇએનટી પ્રાઇવેટ લિમિટેડ પેઢીમાં ચેકિંગ કરતા ત્યાંથી શાકભાજી, ફળ, દૂધ, ઇંડા સહિતના નાશવંત ખાદ્યપદાર્થોનો ૮૦૦ કિલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી તથા રૂ.૧૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાએ જાહેર કરેલી વિગતો અનુસાર શહેરના કસ્તુરબા માર્ગ ઉપર શારદા બાગ પાસેના એસ.એસ. એનેક્સ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી શોપ નં.૧માં કાર્યરત પેઢી સ્વિન્સ્ટા સ્વિન્સ્ટા ઇ એન ટી પ્રાઇવેટ લિમિટેડ પેઢીની તપાસ કરતા પેઢીમાં ઓનલાઈન ઓર્ડર માટે સંગ્રહ કરેલ શાકભાજી, ફળ, વગેરે જેવી પેરિશેબલ ખાદ્યચીજો ના પેકિંગ પર યુઝ બાય ડેટ જોવા મળેલ નહીં તેમજ સ્થળ પર એક્સપાયરી ડેટ વીતેલ સિરિયલ પ્રોડક્ટ-આટા, પેકડ દૂધ, ટેટ્રાપેક, ઈંડા વગેરે નો સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ પેઢીના કોલ્ડ રૂમ અને ફ્રીઝ તપાસતા જીવાત, ગંદકી તેમજ દુર્ગંધ યુક્ત વાતાવરણમાં ખાદ્યચીજોનો સંગ્રહ કરેલ જોવા મળ્યો હતો. અહીં સ્થળ ઉપરથી અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ ઉપરોક્ત અખાદ્ય તેમજ એક્સપાયરી થયેલ અંદાજિત કુલ ૮૦૦ કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરી રૂ.૧૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ પેઢીને સેડયુલ -૪ મુજબ હાયજેનિક કન્ડિશન જાળવવા, સ્ટોરેજ પ્લેસની સફાઈ, પેસ્ટ કંટ્રોલ કરાવવા, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ( ફીફો) પધ્ધતી મુજબ યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થા જાળવવા, પેરિશેબલ ખાદ્યચીજ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application