BREAKING NEWS

આઠમુ પગાર:5 લાખ કે 14 લાખ? જાણી લો કેટલું મળશે એરિયર્સ અને શું છે આખી ગણતરીની ફોર્મ્યુલા

  • June 06, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આગામી સમય પગાર વધારાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા આઠમા પગાર પંચના ગઠનની સત્તાવાર જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ તેની વિસ્તૃત ભલામણો અને તે ક્યારથી અમલમાં આવશે તેની સત્તાવાર સમયસીમા હજી જાહેર થવાની બાકી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવા દાવા થઈ રહ્યા છે કે કર્મચારીઓને એરિયર (બાકી નાણું) તરીકે 5 લાખથી લઈને 14 લાખ રૂપિયા સુધીની મોટી રકમ મળી શકે છે. ચાલો સમજીએ કે આ દાવા પાછળની સાચી હકીકત અને ગણિત શું છે


શું કર્મચારીઓને ખરેખર 15 મહિનાનું એરિયર્સ મળી શકે?
સામાન્ય નિયમ મુજબ દેશમાં દર 10 વર્ષે નવું કેન્દ્રીય પગાર પંચ લાગુ કરવામાં આવે છે. આ શ્રેણીમાં છેલ્લે સાતમું પગાર પંચ 1 જાનુઆરી 2016 ના રોજ અમલી બન્યું હતું. તે હિસાબે કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે આઠમું પગાર પંચ 1 જાનુઆરી 2026 થી લાગુ થવું જોઈએ. જો સરકાર આ નવા પગાર માળખાને જાનુઆરી 2026 થી જ અમલી ગણે, પરંતુ સુધારેલા પગારની વાસ્તવિક ચૂકવણી April 2027 થી શરૂ કરે, તો કર્મચારીઓ પૂરા 15 મહિનાના એરિયર મેળવવાના હકદાર બની શકે છે. જો કે, આ એરિયરની આખરી રકમ સરકાર દ્વારા મંજૂર થનારા ફિટમેન્ટ ફેક્ટર પર જ નિર્ભર રહેશે.


ફિટમેન્ટ ફેક્ટર ટકેલો છે એરિયરનો મોટો ખેલ
હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો સરકાર પાસે જૂના ફિટમેન્ટ ફેક્ટરના બદલે 3.68 ફિટમેન્ટ ફેક્ટર આપવાની જોરદાર માંગ કરી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર કર્મચારીઓની આ માંગણીનો સ્વીકાર કરી લે, તો ન્યૂનતમ અને મહત્તમ બેઝિક સેલેરી સ્લેબ પર એરિયરની ગણતરી કંઈક આ પ્રકારે થઈ શકે છે


નાના કર્મચારીઓ (લેવલ 1) માટેનું સંભવિત ગણિત
હાલની ન્યૂનતમ બેઝિક પે:- 8000 રૂપિયા


3.68 ફિટમેન્ટ ફેક્ટર બાદ નવી બેઝિક પે: 66240 રૂપિયા
માસિક બેઝિક પગારમાં ચોખ્ખો તફાવત: 48240 રૂપિયા10 મહિનાનું અંદાજિત એરિયર (DA ઉમેર્યા વગર) આશરે 4,82,400 રૂપિયા જે લગભગ 5 લાખ રૂપિયાની નજીક પહોંચે છે


ઉચ્ચ અધિકારીઓ (કેબિનેટ સચિવ સ્તર) માટેની ગણતરી લની મહત્તમ બેઝિક પે:-2,50,000 રૂપિયા3.68 ફિટમેન્ટ ફેક્ટર બાદ નવી બેઝિક પે: 9,20,000 રૂપિયા

માસિક બેઝિક પગારમાં ચોખ્ખો તફાવત: 6,70,000 રૂપિયા
એરિયરની સ્થિતિ:-જો આ ઉચ્ચ સ્તર પર માત્ર 2 મહિનાથી વધુ સમયનું જ એરિયર ગણવામાં આવે, તો પણ તે રકમ ખૂબ જ આસાનીથી 14,00,000 (14 લાખ) રૂપિયાને પાર કરી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application