વંથલી પોલીસે ૧.૧૩ લાખની રોકડ ૭ મોબાઈલ કાર સહિત ૩.૦૯ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો વંથલીના વાડલા ફાટક પાસે રાધિકા ટાઉનશિપમાં છઠા માળે ભાડાના મકાનમા ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૯ જુગારીઓને ૧.૧૩ લાખની રોકડ, કાર મોટરસાયકલ સહિત રૂ.૩.૦૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ શહેર જીલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસે ધોંસ બોલાવી છે.આ અંગે વધુ વિગત મુજબ વંથલી પોલીસે વાઙલા ફાટક પાસે રાધિકા ટાઉનશીપમાં એ વિંગમાં બ્લોક નંબર ૩૦૧મા જતીન સોઢા તેની સાળીના મકાનમાં જુગાર રમાડતા ઝડપાયો હતો. સ્થળ પરથી હરીલાલ ડોલાસીયા, હાર્દિક હરીલાલ ડોલાસીયા, શાંતિલાલ વશરામ ટાંક, લલિતા વશરામ ટાંક , દિપક ધીરજ ઠાકર, પરેશ પરસોતમ મુરાણી ,રાજેશ સોઢાતર, રૂપનારાયણ ભટ્ટ
નવ જુગારીઓને ૧.૧૩ લાખની રોકડ ,૭ મોબાઈલ ,૧ મોટરસાયકલ અને એક કાર સહિત રૂ. ૩.૦૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application