BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે ૯ શિક્ષકોની પસંદગી

  • August 20, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે ૯ શિક્ષકોની પસંદગી

પસંદ થયેલા શ્રેષ્ઠ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે સન્માનિત કરાશ

દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૨૦૨૬-૨૭ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી પામેલા અને ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જે સંદર્ભે તાલુકા કક્ષા માટે કુલ ૬ અને જિલ્લાકક્ષા માટે ૩ મળીને કુલ ૯  દરખાસ્ત અહીંની કચેરીએ મળી હતી. જે પૈકી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલા કેટેગરી વાઈઝ શિક્ષકોની યાદીમાં જિલ્લા કક્ષાએ ઓડેદરા રૂપલબેન ભાયાભાઈ (ચંદ્રવાડા પ્રાથમિક શાળા) ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના આચાર્ય કે.ડી. ગોકાણી અને જુવાનપુર પ્રાથમિક (કુમાર) શાળાના ડો. રણમલ કુરજી પરમાર નામના ત્રણ શિક્ષકો પારિતોષિક માટે પસંદગી પામ્યા છે.

આ ઉપરાંત તાલુકા કક્ષામાં પસંદગી પામેલા પ્રાથમિક શાળાના શિક્ષકો જસ્મીનકુમાર વસંતલાલા મકડીયા (ભાણખોખરી તાલુકા શાળા), ગોસ્વામી બિંદીયાબેન રમેશભાઈ (ધતુરીયા પ્રાથમિક શાળા), જોષી અશોકભાઈ દિલીપભાઈ (ગોકલપર  પ્રાથમિક શાળા), રિમ્પલબેન કે. સોલંકી (પી.એમ.વરવાળા પ્રાથમિક શાળા), ડો. બિન્દુબેન અનંતરાય મહેતા (આંબરડી પ્રાથમિક શાળા), ગોસાઇ આશિષ સવગર (પી.એમ. રૂપમોરા પ્રાથમિક શાળા) નામના આ તમામ શિક્ષકોનું તા. ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિન ના દિવસે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application