BREAKING NEWS

90 વર્ષની મહિલાએ સમાધાન માટે ઇનકાર કરતા હાઇકોર્ટે ૨૦ વર્ષ પછીની તારીખ આપી

  • April 29, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈ જીદ અને અહંકાર માનવીને ક્યારેક સારા નરસાનું ભાન રહેવા દેતો નથી. મુંબઈમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક હાઉસિંગ સોસાયટીમાં ભંડોળ એકત્ર કરવા માટે ચાલતી મીનીટસ બેઠકમાં વૃદ્ધાને ડિફોલ્ટર તરીકે સૂચીબદ્ધ કરવામાં આવી, જેથી મામલો વણસ્યો હતો અને વૃદ્ધા અને તેની દીકરીએ સોસાયટીના મેનેજીંગ સ્મ્ભ્યો સામે 20 કરોડનો માનહાનીનો દાવો કર્યો હતો, હાઈ કોર્ટએ બન્ને પક્ષને સમાધાન કરવા વિનંતી કરી તેમ છતાં વૃદ્ધા માનવા તૈયાર નથી અને તેથી અદાલતે હવે નવી સુનાવણી 2026માં કરવાનું નક્કી કર્યું છે અને ત્યાં સુધી વૃદ્ધાને રાહ જોવા કહ્યું છે.બોમ્બે હાઈકોર્ટે દક્ષિણ મુંબઈની એક હાઉસિંગ સોસાયટીની મેનેજિંગ કમિટીના સભ્યો સામે 20 કરોડના માનહાનિના દાવાની સુનાવણી 2046 સુધી મુલતવી રાખી હતી. આ દાવો 90 વર્ષીય મહિલા અને તેની પુત્રી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.લગભગ દસ વર્ષ પહેલાં, સોસાયટીમાં સમારકામ અને જાળવણી માટે ભંડોળ એકત્ર કરવા અંગે વિવાદ ઉભો થયો હતો. સોસાયટીની મીટિંગ મિનિટ્સમાં મહિલાને ડિફોલ્ટર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી, જેના કારણે મહિલાએ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો.બોમ્બે હાઈકોર્ટે બંને પક્ષોને સમાધાન કરવા વિનંતી કરી હતી. ન્યાયાધીશ જિતેન્દ્ર જૈને જણાવ્યું હતું કે જો પ્રતિવાદીઓ બિનશરતી માફી માંગે તો મામલો સરળતાથી ઉકેલી શકાય છે. જ્યારે આ કેસ સુનાવણી માટે આવ્યો, ત્યારે ભૂતપૂર્વ સમિતિ સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા લીગલે કોર્ટને જાણ કરી કે તેઓ બિનશરતી માફી માંગવા તૈયાર છે. જો કે, લગભગ 90 વર્ષીય મહિલા હજુ પણ કેસને આગળ વધારવાનો આગ્રહ રાખે છે. તેમણે સમાધાન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.જસ્ટિસ જિતેન્દ્ર જૈને કહ્યું, "હું આનાથી વધુ કંઈ કહેવા માંગતો નથી, સિવાય કે આ કેસ આગામી 20 વર્ષ સુધી સૂચિબદ્ધ ન થવો જોઈએ. એક પાનાના આદેશમાં, હાઇકોર્ટે કહ્યું, "આ એવા કેસોમાંનો એક છે જ્યાં જીવનના અંતિમ તબક્કામાં પક્ષકારો વચ્ચે અહંકારની લડાઈ ન્યાયિક પ્રણાલીને અવરોધી રહી છે. આ એવા મહત્વપૂર્ણ કેસોની પ્રાથમિકતામાં અવરોધ લાવી રહ્યું છે જેને ખરેખર વધુ ધ્યાન આપવાની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application