ખંભાળીયામાં જૂના આરટીઓ સર્કલ બ્રિજ નીચે શરાબના ૯૪ ચપલા સાથે એક ઝબ્બે
ખંભાળીયામાં જૂના આરટીઓ સર્કલ બ્રિજ નીચે શરાબના ૯૪ ચપલા સાથે એક ઝબ્બે
September 12, 2026 01:24 PM
ખંભાળીયામાં જૂના આરટીઓ સર્કલ બ્રિજ નીચે શરાબના ૯૪ ચપલા સાથે એક ઝબ્બે
ખાનગી બસમાં સુરતથી ખંભાળીયા આવતા ઝબ્બે: એકનું નામ ખુલ્યુ
ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.આર.રાણા દ્વારા સર્વેલન્સ સ્ટાફના માણસો સુચના તથા માર્ગદશન આપેલ હોય અને આજરોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન સર્વલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ જેઠાભાઈ સોમાભાઈ પરમાર તથા પો.કોન્સ અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા નાઓને સયુંકતમાં ચોક્કસ મળેલ હકિકત આધારે સુરત થી ખંભાલીયા તરફ આવતી નં-એમપી-૪૫-ઝેડ-૯૯૫૫ વાળી સમય ટ્રાવેલ્સ બસમા આરોપી કાના નથુ ભોચીયા રહે. રણજીતપર ગામ કલ્યાણપુરવાળો સુરતથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ ખંભાળીયા તરફ આવે છે.
સયુંકતમાં અગાઉથી ચોક્કસ મળેલ હકિકત આધારે પો.સબ.ઇન્સ. જે.ટી.ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ખંભાળીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ તે દરમિયાન જુના આર.ટી.ઓ સર્કલ પાસે બ્રીજ નીચે જાહેર રોડ પર આવતા સમય ટ્રાવલ્સેની રોકી તેમાથી આરોપીના કબ્જા માથી ૯૪ ચપલા મળી આવ્યા હતા, કુલ ૨૬૦૭૪નો મુદમાલ કબ્જે કલઇ કાનાને પકડી લીધો હતો, તપાસ દરમ્યાન માંડવી ખેડપુર વિસ્તારના આશિષ ચૌધરીનું નામ ખુલ્યુ હતું.