BREAKING NEWS

ઢેબર રોડ પાસે મધરાતે ૧૭ વર્ષની સગીરા ઘરેથી ભેદી રીતે લાપતા

  • May 08, 2026 09:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઢેબર રોડ નજીક રહેતા પરિવારની ૧૭ વર્ષીય સગીરા મોડી રાત્રે ભેદી રીતે લાપતા વઈ હતી. રાત્રિના એક વાગ્યાં સુધી ઘરે હાજર સગીરા પરિવાર ઉંઘી ગયા બાદ ગુમ થઈ ગઈ હતી. ઘરમાંથી સગીરાના પિતાનો મોબાઈલ ગાયબ વતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કંબર રોડ નજીક રહેતા યુવકે ભક્તિનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રીબડા ગામ પાસે આવેલ કંપનીમાં ડ્રાઇવીંગ કરે છે. તેમના પત્નીનું દોઢ વર્ષ પહેલા બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ વઇ ગયું છે. તેમના પરિવારમાં માતા-પિતા અને ચાર પુત્રીઓ છે. વધુમાં જણાવ્યુ હતું કે, ગઈ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રીના
સાડા બાર વાગ્યા સુધી તે પરિવાર સાથે ઘરે બેઠી હતો. બાદ રાત્રીના એકાદ વાગ્યા આસપાસ પરિવાર સૂઈ ગયો હતો. રાત્રીના બે વાગ્યાની આસપાસ યુવકની માતા લઘુક્રિયા માટે ઉઠ્યા ત્યારે લાઈટ ચાલુ કરતા ૧૭ વર્ષની મોટી પુત્રી ઘરમાં જોવા મળી ન હતી. જેથી યુવકને ઉઠાડી જણાવેલ કે, 'તારી મોટી પુત્રી ઘરમાં નથી. બાદ હું મારી ચાર્જીંગમા રહેલ મોબાઈલ લેવા જતા મારો મોબાઈલ પણ મળી આવેલ નહિ. જેવી મે મારા માતાના મોબાઇલમાથી મારા ફોનમા ફોન કરતા મારી ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદ યુવક અને તેના ભત્રીજાએ આસપાસના વિસ્તારમાં જાત તપાસ કરી હતી છતાં પણ પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. આખરે ચિંતાતુર પિતાએ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application