BREAKING NEWS

જામકંડોરણાના રાયડી ગામની વાડીમાંથી ૭ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું

  • September 21, 2026 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજ રોજ સવારે ૮:૦૦ વાગ્યાના સુમારે દિવ્યેશભાઈ શાંતિભાઈ પોસીયાની વાડીમાં મગફળી ઉપાડવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અંદાજે ૭ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો.
અજગર દેખાતા જ તાત્કાલિક જામ કંડોરણા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જામ કંડોરણા નાં આર.એફ.ઓ. એસ.એસ. મીણા, ઈ.ચા. ફોરેસ્ટર વી.એચ. સોજીત્રા, હનીફભાઈ ઓડીયા તથા મયુરભાઈ કંડોરીયા સહિતનો વન વિભાગનો સ્ટાફ ત્વરિત સ્થળ પર દોડી આવ્યો હતો.વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને સમયસૂચકતા અને સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અજગરને સલામત રીતે તેના કુદરતી આવાસમાં રીલીઝ (મુક્ત) કરવામાં આવ્યો છે. વન વિભાગની ત્વરિત કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application