નો ડ્રગ્સ ઈન ભાવનગર અભીયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગૂપે કાર્યવાહી હાથ ધરી મળેલી પુર્વ બાતમી આધારે શહેરના આનંદનગર, વિમાના દવાખાના પાસેથી ખેડુતવાસના શખસને નશાકારક કફ સીરપની ૪૩ બોટલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.
નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈ.જી.પી.અને ભાવનગર જીલ્લા પોલીસ અપિલકે ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે નો ડ્રગ્સ ઈન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. ત્યારે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલને ધ્યાને આવેલ કે,ભાવનગર વિસ્તારમાં ચાલતાં કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્કીપ્શન વગર નશાકારક સીરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડુગ્સનું વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા આવા ડ્રરસનો ઉપોયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી આવા મેડીકલ સ્ટોર તેમજ તેના બિન અધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ તે સુચના અનુસાર એસ.ઓ.જી. તપાસ હાય પરી ચોક્કસ બાતમીના આધારે સાગર ઉર્ફે ગોટીયો જેન્તીભાઈ મકવાણા (રહે પ્લોટ ને ૧૮૯ ઈ ૫૦ વારિયા,ખેડુતવાસ)ને આનંદનગર વિમાના દવાખાના પાસે ઉમંગી મામાના ઓટલા પાસેથી કોડાઈન ફોસ્ફોટનું ષટક તત્વ ધરાવતી કફ શીરપની બોટલોનો જથ્થો બિન અધિકૃત રીતે પોતાના કળામાં રાખી છુટકમાં વેપાર કરતો કુલ બોટલ નંગ-૪૩, મોબાઈલ, રોકડ સહીતના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે સાગર પાસેથી મળી આવેલી કફ સીરપ ભાબતે પુછપરછ કરતા તેણે તેને નશો કરવાની ટેવ છે.
અને પોતે કામ ધંધો કરતો ન હોય જેથી કફ સીરપ પીવાના પૈસા કાઢવા માટે પોતે સરદારનગર- સિંધુનગરમાં રહેતા ધર્મેશ નામના શખસ પાસેથી ફોન કરી સિરપ મંગાવતો હોવાની કબુલાત આપી હતી. એસઓજીએ બન્ને શખસ સામે એન. ડી.પી.એસ. એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કર પોધારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામા આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech