વર્ષ ૨૦૨૬નો બીજો ભાગ વૈશ્વિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી (ગ્લોબલ સિનેમા) માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. આગામી ૬ મહિનામાં હોલીવુડની ઘણી એવી મેગા બજેટ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેના પર કુલ મળીને ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો સટ્ટો (દાવ) લાગ્યો છે. આ લિસ્ટમાં દિગ્ગજ ડાયરેકટર ક્રિસ્ટોફર નોલાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ ઓડિસી' પણ સામેલ છે, જે ૧૭ જુલાઈએ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે.
ક્રિસ્ટોફર નોલાનની આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ ભારતમાં આ ફિલ્મની આઇમેકસ ટિકિટોનું એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ દર્શકોએ રેકોર્ડ બ્રેક સીટો બુક કરી લીધી છે. ફિલ્મની રિલીઝના લગભગ ૧ મહિના પહેલા જ ભારતમાં આ ફિલ્મના ૧.૫ લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકયા છે, જેનાથી મેકર્સ અત્યારથી જ માલામાલ થઈ ગયા છે. જણાવી દઈએ કે નોલાનની છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ 'ઓપનહાઇમર' માટે વર્ષ ૨૦૨૩માં યારે બુકિંગ શરૂ થયું ત્યારે ૬૫ હજાર ટિકિટો વેચાઈ હતી. તેની સરખામણીમાં 'દ ઓડિસી' એ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મ સિનેમાના ઇતિહાસની પહેલી એવી ફિલ્મ પણ છે, જે સંપૂર્ણપણે આઇમેકસ કેમેરા પર શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ પ્રખ્યાત ગ્રીક કવિ હોમરની મહાકાવ્ય રચના પર આધારિત છે, જે ટ્રોય વોર પછી ઇથાકાના રાજાની સફર અને સંઘર્ષની વાર્તા દર્શાવે છે.
આઇમેકસ ફિલ્મો એક ખાસ સિનેમેટિક ફોર્મેટમાં બનાવવામાં અને થિયેટરોમાં બતાવવામાં આવે છે. સામાન્ય ફિલ્મોની સરખામણીમાં આમાં ઘણી મોટી સ્ક્રીન, શાનદાર કવોલિટી, ઝીણવટભરી ડિટેલ્સ અને પાવરફુલ સાઉન્ડ ઇફેકટનો અદભુત અનુભવ મળે છે. આઇમેકસ કેમેરાથી શૂટ કરાયેલી ફિલ્મોના સીન સ્ક્રીન પર અત્યતં વિશાળ અને વાસ્તવિક લાગે છે, કારણ કે તેમાં મોટો ફ્રેમ રેશિયો અને હાઇ–રિઝોલ્યુશનનો ઉપયોગ થાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application