BREAKING NEWS

સ્કુટી-કપડામાં લોહીના એક ડાઘે સ્નેહાની હત્યાનો ભાંડો ફોડ્યો, ફૂલપ્રૂફ મર્ડર મિસ્ટ્રી પરથી પરદો ઉચકાતા પતિએ પોપટની જેમ પત્નીનું મર્ડર કર્યાનું કબૂલ્યું

  • November 25, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી કોપર ગ્રીન સોસાયટીમાં રહેતી પરિણીતા પાણીપૂરી ખાવા નીકળ્યા બાદ તેની ભેદી રહસ્યમય હત્યાના બનાવનો ગણતરીના જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ નાખી પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલા પતિની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ભાંગી પડેલા પતિએ પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી દીધી હતી. અવાવરું સ્થળે વિધિના બહાને સ્નેહાને લઈ જઈ પતિ હિતેશે ટોમીના ઘા ઝીંકી પતાવી દીધી હતી. 


સ્કુટી અને કપડામાં લોહીના એક ડાઘે હત્યારાનો ભાંડો ફોડ્યો..

સ્નેહાની હત્યા પ્રથમ તો લૂંટના ઇરાદે થઈ હોવાનું ચિત્ર નજરે પડી રહ્યું હતું તો બીજી તરફ પ્રેમ પ્રકરણ હોય તેવી શંકાઓ ઉપજી હતી પરંતુ પતિ હિતેશ અંગે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સની મદદ લેતા તેમજ યુક્તિ પ્રયુક્તિ થી જીણવટ ભરી તપાસ કરતા હિતેશના સ્કુટી અને કપડામાં લોહીનો ડાઘ મળી આવતા ફૂલપ્રૂફ મર્ડર મિસ્ટ્રી પરથી પરદો ઉચકતા અંતે આરોપી પતિ એ હત્યા કર્યાની કબુલાત આપી હતી.


ન સહન થાય તેવી ગાળો બની સ્નેહા ઉર્ફે સેવુનું હત્યાનું કારણ

સ્નેહા ખુદ પતિ હિતેશ સાથે સતત ક્લેશ કરતી, ગાળો આપતી છતાં સહન કરતો હતો પરંતુ માતા અને બહેન વિશે ન બોલવાનું અભદ્ર ભાષામાં કહેતા કંટાળેલા પતિએ કારખાનેથી પ્લાન ઘડી ટોમી સાથે સ્કૂટીમાં નીકળી વિધિના બહાને સ્નેહાને સ્કુટીમાં બેસાડી જઈ અવાવરું સ્થળે લોખંડની ટોમીથી માથા અને મોઢાના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.


ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચના આ અધિકારીઓ જોડાયા હતા

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ પરમાર, પીએસઆઇ મોવલિયા, પીએસઆઇ ડોડીયા,પીએસઆઇ ગરચર, પીએસઆઇ ચુડાસમા તેમજ ડીસીબીની અલગ અલગ ટીમો જોડાઈ હતી.


ઠંડા કલેજે પત્નીને પતાવી પોલીસ સાથે પત્નીની તલાસ કરતો રહ્યો!

એક તરફ પત્નીને પતાવી દીધા બાદ રીઢા ગુનેગારને માફક પોતે કઈ જાણતો નથી તેમ હત્યારો પતિ પરિવાર અને પોલીસ સાથે લાપતા પત્નીને શોધવા દોડી રહ્યો હતો જેથી પોતાના પર કોઈને શંકા ન જાય જ્યારે પત્નીની લાશ મળ્યાનું સાળાએ જણાવ્યા બાદ ઘટના સ્થળે પહોંચી પોતે પત્નીની લાશ જોઈ ભાંગી પડ્યો હતો જેથી પોતાના પર કોઈને શંકાન ઉપજે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application