ઇઝરાયેલને મદદ કરવી અમેરિકન સરકાર માટે મોંઘી પડે તેવું લાગે છે. આ મુદ્દાએ અમેરિકામાં રાજકીય હોબાળો મચાવ્યો છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અડધાથી વધુ ડેમોક્રેટિક ધારાસભ્યોએ ઇઝરાયેલને આપવામાં આવતી ૩.૩ બિલિયન ડોલરની સહાયમાં કાપ મૂકવા માટે મતદાન કયુ છે.
ગઈકાલે ગૃહમાં આ સુધારા પર મતદાન થયું હતું. પક્ષમાં ૧૦૪ અને વિરોધમાં ૩૧૪ મત પડા હતા. જોકે, રાષ્ટ્ર્રીય સુરક્ષા ખર્ચ બિલમાં સુધારો ઉમેરવા માટે આ પૂરતું ન હતું.
આ મતદાન ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહની યુદ્ધ રણનીતિ અંગે યુએસ કોંગ્રેસ અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેના ઐંડા મતભેદને સ્પષ્ટ્ર કરે છે.આ મતદાન યુએસમાં મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા આવ્યું છે, જે નક્કી કરશે કે યુએસ કોંગ્રેસ પર કોણ નિયંત્રણ રાખશે. આ મતદાનથી ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં વિભાજન પણ ખુલ્લું પડી ગયું છે. ૧૦૦થી વધુ ડેમોક્રેટસે વિદેશી લશ્કરી સહાયને સંપૂર્ણપણે નાબૂદ કરવાના સુધારાની તરફેણમાં મતદાન કયુ હતું, યારે લગભગ એટલી જ સંખ્યામાં લોકોએ તેની વિદ્ધ મતદાન કયુ હતું.
આ દરમિયાન, રિપબ્લિકન લોકોએ ઇઝરાયલને સહાય જાળવી રાખવાની તરફેણમાં મતદાન કયુ હતું. હાઉસ ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીસે આ દરખાસ્તનો વિરોધ કર્યેા હતો. જો કે, તેમના સાથીદારોને લખેલા પત્રમાં, તેમણે ભાર મૂકયો હતો કે ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન લોકોના હિત માટે મધ્ય પૂર્વમાં યુએસ નીતિ બદલવી જોઈએ.
જેફ્રીસે કહ્યું કે નેતન્યાહ સરકારના વલણમાં જરી ફેરફારો લાવવા માટે વધુ યોગ્ય રીતો છે. ઇઝરાયેલનો વધતો વિરોધ ડેમોક્રેટિક પાર્ટી માટે પડકારો ઉભા કરી શકે છે. પાર્ટી તેના પોતાના ડાબેરી પક્ષમાંથી વધતા દબાણનો સામનો કરી રહી છે. જો કે, રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટસને કટ્ટરપંથી ડાબેરીઓ તરીકે દર્શાવવા માટે આ વિભાજનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ દરમિયાન, ડેમોક્રેટિક વ્હીપ અને મેસેચ્યુસેટસના પ્રતિનિધિ કેથરિન કલાર્કે ભંડોળ સ્થિર કરવાનું સમર્થન કયુ હતું. તાજેતરના એપી–એનઓઆરસી મતદાન મુજબ, લગભગ એક તૃતીયાંશ અમેરિકન પુખ્ત વયના લોકો જેમાં લગભગ અડધા ડેમોક્રેટસનો સમાવેશ થાય છે. ઇઝરાયેલે ગાઝામાં પેલેસ્ટિનિયનો સામે નરસંહાર કર્યેા છે. જો કે, ઇઝરાયેલી અને યુએસ સરકારોએ સતત આ આરોપોને નકારી કાઢા છે.