BREAKING NEWS

રાજકોટમાં કેનાવાસ સ્પામાં મસાજની આડમાં ચાલતું કૂટણખાનું, સંચાલકો ગ્રાહક પાસેથી એન્ટ્રીના 1000 અને શરીર સંબંધ બાંધે તો 5000 સુધી વસૂલતા

  • November 17, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પા માલિક વિજય ભુંડિયા, મિલન દવે, સંચાલક પાર્થ થાનકી, રિસેપ્શનનીસ્ટ અનિશા સોલંકી, હાઉસ કીપર ગિરીશ મીણા અને ગ્રાહક નિખિલ રાબડીયા ઝડપાયા


રાજકોટમાં સ્પા મસાજ માટે અન્ય રાજ્યમાંથી જરૂરીયાતમંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો મોટા પ્રમાણમાં ચાલતો હોઈ તેમજ મસાજ માટે પરપ્રાંતિય યુવતીઓને રાખી જે તે પોલીસ મથકમાં નોંધ ન કરાવતા સંચાલકો સામે કાર્યવાહી કરવા ડીસીપી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલ આદેશના પગલે મળેલ ચોક્કસ હકીકતના આધારે જીવરાજ પાર્ક કેન્વાસ નામના સ્પામાં ચાલતા કુટણખાનામાં રેડ કરી બે માલિક રિસેપ્શન હાઉસકીપર અને ગ્રાહક સહિત છ શખ્સોની ધરપકડ કરી ચાર યુવતીઓને મુક્ત કરાવી હતી.


કેનવાસ સ્પામાં દરોડો પાડ્યો

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ બી એમ જાણકાટ અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન હકિકત મળી હતી કે જીવરાજ પાર્ક નજીક આવેલ સિટી ક્લાસિક કોમ્પ્લેક્સમાં આવેલ કેનવાસ સ્પામાં આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો ધમધમી રહ્યો છે. જે બાતમીના આધારે ઉપરોક્ત કેનવાસ સ્પામાં ઓચિંતો દરોડો પાડતા અલગ અલગ રૂમમાંથી ચાર જેટલી યુવતીઓ દેહવિક્રિયનો ધંધો કરતી મળી આવી હતી. જેમાં પંજાબ, દિલ્હી હરિયાણા અને એક ગુજરાતની યુવતી હોય તમામને મુક્ત કરાવી સાહેદ બનાવવામાં આવી હતી.


સ્પા સંચાલક સ્પામા એન્ટ્રીના 1,000 લેતો

એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પા સંચાલક સ્પામા એન્ટ્રીના 1,000 લેતા હતા અને સ્પા દરમિયાન યુવતી સાથે શરીર સંબંધ બાંધે તો રૂપિયા 2000 થી 5000 સુધી વસૂલ કરતા હતા અને યુવતીઓને તેમાંથી 1,000 આપતા હોવાનું તેમજ કુલ 33,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


કોની કોની ધરપકડ કરવામાં આવી

તેમજ સ્પાના માલિક વિજય નાજાભાઇ ભુંડિયા ઉમર 28 તેમજ ભાગીદાર મિલન દેવેન્દ્રભાઈ દવે ઉંમર ૩૩ રહે અજય ટેનામેન્ટ યસ કોમ્પ્લેક્સ 150 ફૂટ રીંગ રોડ, સંચાલક થાનકી પાર્થ કિશોરભાઈ રહે સિદ્ધિ 5 એપાર્ટમેન્ટ ફ્લેટ શેઠ નગર પાછળ, રિસેપ્શનિસ્ટ અનિશા જય સોલંકી ઉમર 25 રહે રાષ્ટ્રીય શાળા યાજ્ઞિક રોડ, હાઉસ કીપર ગિરીશકુમાર મીણા ઉંમર 22 રહે રાજસ્થાન, ગ્રાહક નિખિલ જમનભાઈ રાબડીયા રહે સાધના કોલોની જામનગર વાળાની ધરપકડ કરી હતી. આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ જણકાટ, પીએસઆઇ એકે ગોસ્વામી, જીગ્નેશ મારુ, અશોકભાઈ વાછાણી, મહમદ આરીફ અનસારી, હસમુખ બાલધા, ભૂમિકા ઠાકર ,મહેશ ગણેશ પ્રસાદ, જ્યોતિબેન બાબરીયા સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application